Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

પાટીદાર સમાજમાં બે ફાંટા?: રાજકોટના સામા કાંઠે લોકડાયરાનું આયોજન, આ વિસ્તારનાં MLA રૈયાણીને આમંત્રણ નહીં, મુખ્ય મહેમાન તરીકે નરેશ પટેલ

પાટીદાર સમાજમાં બે ફાંટા?: રાજકોટના સામા કાંઠે લોકડાયરાનું આયોજન, આ વિસ્તારનાં MLA રૈયાણીને આમંત્રણ નહીં, મુખ્ય મહેમાન તરીકે નરેશ પટેલ

ચૂંટણીના વર્ષમાં જ સમાજમાં બે ફાટા પડતા રાજકીય પાર્ટીને મોટો ફાયદો થશે તેવી ચર્ચા ઉઠી

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટમાં પાટીદાર જૂથો સક્રિય થયા હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આજે રાત્રે ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આમંત્રણ પત્રિકામાં આ જ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીનું નામ જ નથી લખવામાં આવ્યું. આથી સમાજના લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જ્યારે આ લોકડાયરામાં મુખ્ય મહેમાન તરીકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે લોકડાયરાનું આયોજન
જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય કલાકાર તરીકે અલ્પા પટેલ અને અપેક્ષા પંડ્યા ડાયરામાં લોકગીતોની રમઝટ બોલાવશે. આ લોકડાયરામાં એકત્ર થનાર રકમ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે વાપરવામાં આવશે. આ લોકડાયરામાં શહેરના 18 વોર્ડના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અરવિંદ રૈયાણીને આમાં બાકાત રાખવામાં આવ્યા છે.

પાટીદાર આગેવાનોને આમંત્રણ અપાયું
આ ઉપરાંત આમંત્રણ પત્રિકામાં પાટીદાર આગેવાનોના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા, માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સહિતના દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અરવિંદ રૈયાણીના નામની બાદબાકી રખાતા રાજકારણ ગરમાયું છે. ચૂંટણીના વર્ષમાં જ સમાજમાં બે ફાટા પડતા રાજકીય પાર્ટીને મોટો ફાયદો થશે તેવી ચર્ચા ઉઠી છે. અગાઉ મવડી વિસ્તારમાં ડો.ભરત બોઘરા અને પરેશ ગજેરાએ જમણવાર કર્યું ત્યારે રૈયાણીને આમંત્રણ નહોતું તેવી ચર્ચા ઉઠી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!