Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

રાજકોટ જિલ્લામાં ૪,૬૨,૩૭૮ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર: સૌથી વધારે મગફળીનુ ૨,૨૧,૭૧૫ હેકટર, કપાસનુ ૨,૧૦,૫૮૧ હેકટરમા વાવેતર

રાજકોટ જિલ્લામાં ૪,૬૨,૩૭૮ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર: સૌથી વધારે મગફળીનુ ૨,૨૧,૭૧૫ હેકટર, કપાસનુ ૨,૧૦,૫૮૧ હેકટરમા વાવેતર

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડુતો દ્વારા ખરીફ પાકોનું વાવેતરવાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. ચાલુ ખરીફ પાકમાં જિલ્લાના અગ્યાર તાલુકામાં કુલ ૪,૬૨,૩૭૮ હેકટરમાં વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે.

ચાલુ ખરીફ મોસમમાં અઠવાડીક રીપોર્ટ એટલેકે તા.૦૮ જુલાઈ સુધીમાં મગફળી – ૨,૨૧,૭૧૫ હેકટર, કપાસ (પિયત) ૨,૧૦,૫૮૧ હેકટર, શાકભાજી ૭,૯૯૯, ધાસચારો ૧૦,૪૦૪ હેકટર સહીત અન્ય ખરીફ પાકના વાવેતર સાથે કુલ ૪,૬૨,૩૭૮ હેકટરમાં વાવેતર થયું છે.

જિલ્લાનો છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નોર્મલ વાવેતર વિસ્તાર ૫,૩૯,૩૯૮ હેકટર નોંધાયો છે જે પૈકી ખેડાણલાયક વિસ્તારના ૮૫ % જેટલું વાવેતર પૂર્ણ થયાનું ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!