Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

રાજકોટ એરપોર્ટ ઉપરથી દિલ્હીની પાંચમી ફ્લાઈટ થશે શરુ: અઠવાડિયામાં 3 દિવસ ભરશે ઉડાન

રાજકોટ એરપોર્ટ ઉપરથી દિલ્હીની પાંચમી ફ્લાઈટ થશે શરુ: અઠવાડિયામાં 3 દિવસ ભરશે ઉડાન

આગામી 30 જુલાઈથી શરુ થનારી ફ્લાઈટ અઠવાડિયામાં 3 દિવસ ભરશે ઉડાન
રાજકોટ એરપોર્ટ પર દિવસે ને દિવસે સુવિધામાં વધારો થઇ રહ્યો છે. મુસાફરોના ધસારાને જોતા અનેક ફ્લાઈટ શરુ કરી દેવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પર એક સાથે 2 નહિ પરંતુ 6 ફ્લાઈટ પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા શરુ થતાની સાથે જ હવે નવી ફ્લાઈટ પણ શરુ થઇ રહી છે.

રાજકોટથી દિલ્હી માટેની પાંચમી ફ્લાઈટ શરુ થઇ રહી છે. આ ફ્લાઈટ આગામી 30 જુલાઈથી ઉડાન ભરશે. જો કે આ ફ્લાઇટ દૈનિક નહિ પરંતુ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ઉડાન ભરશે. હાલ રાજકોટથી દિલ્લી જવા માટે સવાર બપોર અને સાંજ મળી કુલ 4 ફ્લાઇટ કાર્યરત છે જયારે હવે નવી શરૂ થનાર પાંચમી ફ્લાઈટ ઈન્ડીગોની દિલ્હી માટેની રાજકોટ એરપોર્ટ પર સાંજે 6.25 વાગ્યે પહોચશે અને 6.55 વાગ્યે રાજકોટથી ટેકઓફ થશે. આ ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ ઉડાન ભરશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!