Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટઃ રાજકારણીની હેરાનગતિ અંગે પોસ્ટ મુકનારા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા

રાજકોટઃ રાજકારણીની હેરાનગતિ અંગે પોસ્ટ મુકનારા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા

4 વર્ષ પહેલા રાજકીય આગેવાનના બનેવીના ત્યાં જુગારનો દરોડો પાડ્યો ત્યારથી હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ મુક્યો હતો

રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હિતેન્દ્રસિંહ ઝાલાએ ફેસબુકમાં કરેલી એક પોસ્ટના કારણે છેલ્લા એકાદ સપ્તાહથી ભારે વિવાદ જાગ્યો હતો. ત્યારે તપાસ બાદ આખરે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

રાજકીય આગેવાન પર હેરાનગતિનો આરોપ
ફેસબુક પોસ્ટમાં તેમણે એક રાજકીય આગેવાન છેલ્લા 4 વર્ષથી હેરાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. પોસ્ટ પરથી જણાઈ આવે છે કે, હિતેન્દ્રસિંહે તે રાજકીય આગેવાનના બનેવીના ત્યાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો અને ત્યારથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા.

બદલીની ધમકી આપતા હોવાનો આક્ષેપ
જોકે આ સમગ્ર મામલે વિવાદ જાગ્યા બાદ તેમણે મિત્રને મેસેજ કરવાના બદલે તે ફેસબુક પોસ્ટ થઈ ગઈ હોવાનો બચાવ કર્યો હતો. આ સાથે જ તેમણે તે પોસ્ટ પણ દૂર કરી દીધી હતી. પોસ્ટમાં કથિત રાજકીય આગેવાન પાણી પણ ન મળે તેવી જગ્યાએ બદલી કરાવી દેવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. તેમણે પોતાને કોર્ટ પર વિશ્વાસ હોવાનું દર્શાવીને પોતે ઝુકશે નહીં તેમ પણ લખ્યું હતું.

રાજકોટઃ રાજકારણીની હેરાનગતિ અંગે પોસ્ટ મુકનારા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!