રાજકોટ બાર એસોશિએશન ના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુક્તિ
રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સંયોજક એડવોકેટ જે. જે. પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે વિચાર વિમર્શ કરી તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સહ સંયોજક દિલીપભાઈ પટેલે પાર્ટીના આદેશ અને નિર્ણયોનું પાલન નહી કરતા શિસ્તભંગ બદલ બંને સ્થાનો ઉપરથી દૂર કરવાનો નિર્ણય કરેલ હતો. તેના ભાગરૂપે ગઈકાલે ગુજરાત ભાજપ લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોષીએશનના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુક્તિની જાહેરાત કરેલ છે.
અનિલભાઈ દેસાઈ રાજકોટની એ.એમ.પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટના ૧૯૮૪ થી સિનિયર એડવોકેટ અને પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર (DGP) મનુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા.અને ૧૯૯૧ થી સ્વતંત્ર રીતે સિવિલ; ક્રીમિનલ કાયદામાં તેમની ખ્યાતિ દિનપ્રતિદિન વધતી ગઈ હતી.૧૯૯૮માં ગુજરાત સરકારે દેસાઈની રાજકોટ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર(DGP) તરીકે નિયુક્તિ કરેલી હતી.
દેસાઈના આ કાર્યકાળ દરમ્યાન અગણિત કેસોમાં આરોપીઓને સજા અપાવેલ હતી. અને સેંકડો આરોપીઓની જામીન અરજી નામંજુર કરાવીને આરોપીઓને કારાવાસમાં મોકલી આપવામાં આવ્યા હતા. દેસાઈએ ૨૦૦૩ સુધી આ જવાબદારી સૂપેરે નીભાવી હતી અને દેસાઈની કાર્યદક્ષતા;નિષ્ઠા; પ્રામાણિકતા અને સાતત્યપૂર્ણ કામગીરીના કારણે જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી કેસોમાં સ્પેશ્યલ પી.પી. તરીકે તેઓની નિયુક્તિ અગણિત કેસોમાં થતી રહે છે.
દેસાઈ છેલ્લા ૩૦ વર્ષથી લોકસભાની; વિધાનસભાની અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના કન્ટ્રોલ રૂમમાં વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. દેસાઈ રાજકોટની અનેકવિધ સામાજિક; શૈક્ષણિક; સેવાકીય સંસ્થાઓ, કોર્પોરેશન, બોર્ડ-નિગમો, બેંકો, કંપનીઓ, સહિત અનેક કંપનીઓના એડવોકેટ તરીકે કાર્યરત છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
