રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસે કટોકટી કાળમાં કરેલા અત્યાચારોને ઉજાગર કરવા ધરણા અને સુત્રોચારનો કાર્યક્રમ યોજાયો
કાર્યકર્તાઓએ “કેમ ભૂલાય કટોકટીનો ડંખ, દેશમાં સ્વતંત્ર મીડિયા પર સેન્સરશીપ”, “”કટોકટીનો કાળો કહેર”, “લોકશાહીનો કાળો દિવસ”, “આવો સૌ સાથે મળી લોકશાહીની રક્ષા કરીએ”, ”કોંગ્રેસ દ્વારા બંધારણ અને લોકતંત્રની હત્યા” જેવા સુત્રોચ્ચાર કરીને ધરણા કરવામાં આવ્યા
રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અનુસાર રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાની આગેવાનીમાં રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસે કટોકટી કાળમાં કરેલા અત્યાચારોને ઉજાગર કરવા ધરણા અને સુત્રોચારનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મહામંત્રીઓ મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, પૂર્વ રાષ્ટ્રીય ગૌ સેવા આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા, કાર્યક્રમના ઇન્ચાર્જ રાજેન્દ્રભાઈ ધારૈયા, સહ-ઇન્ચાર્જ ડો.દીપકભાઈ પીપળીયા, પ્રવીણભાઈ માંકડિયા, જીલ્લા ઉપપ્રમુખ નરોત્તમભાઈ પરમાર, જીલ્લા મંત્રી પ્રાગજીભાઈ કાકડિયા, જીલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા, અનુસુચિતજાતી મોરચા, લઘુમતી મોરચા તેમજ આગેવાન કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં ખાચરીયાએ જણાવ્યું હતું કે, દેશની રાજનીતિમાં ૨૫, જુન ૧૯૭૫એ કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુંદિન અલી અહમદ પાસે રાતોરાત અધ્યાદેશ પર હસ્તાક્ષર કરાવી દેશમાં “કટોકટી” જાહેર કરવામાં આવી હતી. તેના વિરોધમાં રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ધરણા અને સુત્રોચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સુત્રોચાર “કેમ ભૂલાય કટોકટીનો ડંખ, દેશમાં સ્વતંત્ર મીડિયા પર સેન્સરશીપ”, “”કટોકટીનો કાળો કહેર”, “લોકશાહીનો કાળો દિવસ”, “આવો સૌ સાથે મળી લોકશાહીની રક્ષા કરીએ”, ”કોંગ્રેસ દ્વારા બંધારણ અને લોકતંત્રની હત્યા”, જેવા સુત્રોચ્ચાર કરીને ધરણા કરવામાં આવ્યા હતા. વધુમાં, કટોકટીના અંધકારભર્યા દિવસોમાં આખો દેશ એક મોટા કેદખાનામાં ફેરવાઈ ગયો હતો. વિરોધપક્ષના દરેક નેતાને ઊંઘમાંથી ઉઠાડીને નજીકની જેલમાં પરાણે ધકેલી દેવામાં આવ્યા હતા. જયપ્રકાશ નારાયણ, અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, મોરારજી દેસાઈ, નાનાજી દેશમુખ, રામકૃષ્ણ હેગડે, સિકંદર બખ્ત, અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, ડૉ. સુબ્રમણ્યમ સ્વામી, સ્વ.વિજયરાજમાતા સિંધિયા, સ્વ. ગાયત્રીદેવી ગુજરાતમાંથી કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણીયાર, સ્વ.ચીમનભાઈ શુક્લ, સ્વ.સૂર્યકાન્તભાઈ આચાર્ય સહિતના ૮૦૦ કાર્યકર્તાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન વડા બાળાસાહેબ દેવરસ સહિતના ત્રણ લાખથી વધુ લોકોને જેલમાં ગોંધવામાં આવ્યા હતા. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કટોકટી જન-સમર્થન મેળવવા માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. પોતાનું નામ બદલી, વેશપલટો કરીને આંદોલનને વેગ આપવા માટે અને લોકોનું સમર્થન મેળવવા માટે બેઠકો યોજતા હતા. ગુજરાત કટોકટીના આંદોલનનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. દેશના અનેક લોકશાહીના રક્ષકોને ગુજરાતએ આશરો આપ્યો હતો.ગુજરાત અને ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જેવા વિચક્ષણ કાર્યકરોની યુક્તિઓ, યોજનાઓ, ભૂગર્ભ લડાઈની યોજનાઓ થકી કટોકટીને ઉઠાવવી પડી હતી અને દેશમાં લોકશાહીની પુન:સ્થાપના થઈ હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને
કારોબારી સભ્ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ- નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, સંગઠન પર્વના ઝોન, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), જે સ્થાને કાર્યક્રમ છે તેના બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), જે સ્થાને કાર્યક્રમ છે તે મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય(ગ્રામીણ અને શહેરી), જીલ્લાના સક્રિય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કટોકટીકાળનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ જીલ્લા પ્રેસ મીડિ ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
