Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટને જરૂરથી હાઇકોર્ટની બેંચ મળશે: ભાજપ લીગલ સેલના વકીલોના મહાસંમેલન સી.આર.પાટીલની જાહેરાત

રાજકોટને જરૂરથી હાઇકોર્ટની બેંચ મળશે: ભાજપ લીગલ સેલના વકીલોના મહાસંમેલન સી.આર.પાટીલની જાહેરાત

રાજકોટમાં 35 વર્ષથી હાઇકોર્ટની બેચ ફાળવવા માંગણીઓ થઈ રહી છે. ત્યારે આજે રાજકોટ ખાતે યોજાયેલા ભાજપ લીગલ સેલના વકીલોના મહાસંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટનો જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે તેવી જાહેરાત કરતા જ વકીલોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સહુ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના દરેક લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા જોડવાની કરેલી અપીલના ભાગરૂપે આજે રાજકોટમાં પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે.જે. પટેલના નેતૃત્વમાં સહ સંયોજક અનિલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપ સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર - કચ્છના વકીલોનું મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના શહેરો, તાલુકાઓમાંથી વિશાળ સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખે સંબોધનમાં કહ્યું કે, આ ચૂંટણી બાદ હાઇકોર્ટની બેચ સુરત અને રાજકોટને મળે તે માટે ઝુંબેશ શરૂ કરીશું

આ કાર્યક્રમમાંમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ ગુજરાત સરકારના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પાટીલે જણાવ્યું કે, રાજકોટના વકીલોની હાઇકોર્ટેની બેચ અંગે લાંબા સમયથી માંગણી છે. રાજકોટનો જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે. આ ચૂંટણી બાદ ઝુંબેશના રૂપમાં સુરત અને રાજકોટનો હાઇકોર્ટની બેચ મળે તે માટે કામગીરી થશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 50 વર્ષ થી વિશેષ સમયથી વકીલાતના વ્યવસાયમાં કાર્યરત એવા 20થી વધુ સિનિયર વકીલમીત્રોના સન્માન નો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો જેમાં કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, જસદણના એડવોકેટ જગદીશભાઈ આચાર્ય, ગોંડલના કે.સી.શેઠ, સહીતના સૌનું સ્ટેજ ઉપરથી નીચે ઉતરી અને મહાનુભાવો જયા બેઠા હતા ત્યાં સ્થળ ઉપર જઈ ને શાલ ઓઢાડીને તેઓને સન્માનીત કર્યા હતા.

કચ્છથી કન્વીનર હેમસીંહ ચૌધરી, જામનગરથી ભાવીનભાઈ ભોજાણી, રમેશભાઈ વેકરીયા, ધર્મેશભાઈ ધમસાણીયા, દેવભુમી દ્વારકાથી ચંદ્રમૌલીભાઈ જોષી, વિજયસિંહ, મોરબીથી જીતુભા જાડેજા, મનીષભાઈ જોષી, જુનાગઢથી રાજુભાઈ સરવૈયા, અમુભાઈ પાનસુરીયા, કીશનભાઈ પરમાર એ તેમજ ગીર સોમનાથથી અરવીંદભાઈ ગોસ્વામી, હરીભાઈ વાળા, સુરેન્દ્રનગરથી ડો. પ્રકાશભાઈ કોરડીયા કન્વીનર કશ્યપભાઈ શુકલ, રાજકોટ શહેરથી કન્વીનર અંશભાઈ ભારદ્વાજ, સહકન્વીનર સી.એચ પટેલ, હિતેશ દવે, રાજકોટ જીલ્લાના કન્વીનર નીલેશભાઈ ડેડાણીયા, સહકન્વીનર નીતીનભાઈ સગપરીયા, બોટાદથી હરેશભાઈ સોઢાતર મનોજસિંહ યાદવ, અમરેલીથી પીયુષભાઈ શુકલ, બકુલભાઈ પંડ્યાએ પોરબંદરથી અશોકભાઈ મહેતા, મનીષભાઈ જેઠવા, ભાવનગરથી નીલેશભાઈ મહેતા, આર.સી ચૌહાણ, મનીષભાઈ ગોહેલ વગેરે ભાજપ લીગલ સેલના આગેવાનો પોતપોતાના જિલ્લા - શહેરોના વકીલો સાથે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપ સાથે જોડાયેલા વકીલો ઉપસ્થિત રહ્યા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા સહિત 50 વર્ષથી વકીલાતની પ્રેકિટસ કરતા ધારાશાસ્ત્રીઓનું સન્માન કરાયું

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને તેમની શહેરની ટીમે જહેમત ઉઠાવેલ સાથે વકીલ અગ્રણીઓ પીયુષભાઈ શાહ, બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, લલિતસિંહ શાહી, કમલેશભાઈ શાહ, કીરીટભાઈ પાઠક, પી.સી વ્યાસ, સંજય વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ બુસા, બીપીનભાઈ ગાંધી, દીપકભાઈ ભીમાણી, મહેશભાઈ ત્રીવેદી, જયેશભાઈ બોધરા, સી.એમ. દક્ષીણી, વી.એમ. પટેલ, મહેશભાઈ જોષી, ભગીરથસીહ ડોડીયા, મનીષભાઈ ખખ્ખર, જે.એફ.રાણા, હીતુભા જાડેજા, જીજ્ઞેશભાઈ શાહ, રક્ષીતભાઈ કલોલા, અજયભાઈ જોષી, અશ્વીન મહાલીયા, તુષાર બસલાણી, હેમાંગ જાની, અશ્વીન પોપટ, યતીનભાઈ ભટ્ટ, કમલેશભાઈ ડોડીયા, આબીદ સોશન, રૂપરાજસિંહ પરમાર, હરેશ પરસોંડા, સિધ્ધરાજસિંહ જાડેજા, ધર્મેશ સખીયા, અજય પીપળીયા, સુમીત વોરા, વીવેક સાતા, નૃપેન ભાવસાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

વકીલ મહાસંમેલનમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મંત્રીઓ રાધવજીભાઈ પટેલ, બ્રીજેશભાઈ મે2જા, અરવિંદભાઈ રૈયાણી, સાંસદો રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડા2ીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશભાઈ મી2ાણી, લીગલ સેલના પ્રદેશ ક્ધવીનર જે. જે. પટેલ, સહ સંયોજક અનિલભાઈ દેસાઈ તેમજ દિપકભાઈ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલ સહીત જિલ્લાના ક્ધવીનરો, સહ ક્ધવીનરો અને ભાજપ લીગલ સેલના અન્ય હોદેદારોએ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : પંકજ શીશાંગીયા, દેવેન અમરેલીયા)

ચૂંટણી અંગેનો ટેલિફોનિક સર્વે ભાજપનો નથી
હાલ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી અંગે સર્વે થઈ રહ્યો છે તેવી ખબરો વહેતી થઈ છે. આ અંગે પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી કે, ચૂંટણી અંગેનો ટેલિફોનિક સર્વે ભાજપનો નથી. જેથી કાર્યકરોએ સતર્ક રહેવું. અમારા વિરોધીઓએ ખોટા સમાચાર ફેલાવ્યા છે, જરૂર પડશે તો અમે કાયદાકીય કાર્યવાહી પણ કરીશું. કાર્યકરે ટેલિફોનમાં એવા કોઈ જ સર્વેનો જવાબ આપવાની જરૂર નથી. અમારા વિરોધીઓએ ઈરાદાપૂર્વક પાર્ટીને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!