Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

સરકાર દ્વારા કોરોના રસીનો જથ્થો ફાળવવામાં ન આવતા રાજકોટમાં બે દિવસથી વેક્સિનેશન બંધ

સરકાર દ્વારા કોરોના રસીનો જથ્થો ફાળવવામાં ન આવતા રાજકોટમાં બે દિવસથી વેક્સિનેશન બંધ

કોરોના સામે રક્ષણ આપવામાં કારગર નિવડતી વેક્સિનનો ત્રીજો ડોઝ ફક્ત વૃદ્ધો અને કોરોના વોરિયર્સને ફ્રીમાં અપાતો હતો પણ આઝાદીના અમૃત મહોત્સવને લઈને આગામી 15 દિવસ સુધી બધાને મફત અપાશે તેવી જાહેરાત કરાઈ હતી પણ બે દિવસ રસી આપ્યા બાદ સોમવારે જ તંત્ર હાંફી ગયું હતું અને રાજ્યભરમાં રસીની અછત સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં તો રસીકરણ જ બંધ કરી દેવાયું હતું અને શહેરોમાં આજે પણ સેશન બંધ છે.

રાજકોટ શહેરમાં 8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે. પ્રથમ દિવસે 5100એ ડોઝ લીધો બીજા દિવસે શનિવારે 4130 હતા રવિવારે રજા હતી અને સોમવારે ફક્ત 1050નો જથ્થો મળ્યો હતો જેથી પહેલી કલાકમાં જ વેક્સિનેશન થઈ ગયું પછી લોકો આવતા ના પાડવી પડી હતી અને આરોગ્ય કેન્દ્રના દરવાજાઓ પર વેક્સિનેશન બંધ કર્યાના બોર્ડ લગાવ્યા હતા.

શહેરમાં 8 લાખ લોકો પ્રિકોશન ડોઝ લેવામાં બાકી છે બધાને રસી આપવાની વાતો વચ્ચે 10,000માં જ તંત્ર હાંફી ગયું હતું. આવી સ્થિતિ સમગ્ર રાજ્યમાં જોવા મળી છે જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડાદોડી થઈ હતી અને છેલ્લે કેન્દ્ર સરકાર પાસે સ્ટોક મગાયો છે તેવી દરેક સેન્ટરમાં માહિતી અપાઈ હતી જેથી એ સ્પષ્ટ થયું છે કે, હજુ બે ત્રણ દિવસ સુધી સ્ટોક આવવાની કોઈ શક્યતા નથી.

રાજ્યમાં શુક્રવારે 2.31 લાખ, સોમવારે ફક્ત 71569ને પ્રિકોશન ડોઝ!
સમગ્ર રાજ્યના વેક્સિનેશન પર નજર કરીએ તો ગુરુવારે કુલ 45000ને ડોઝ અપાયા હતા ત્યારે વૃદ્ધો અને કોરોના વોરિયર્સ સિવાય બધા પાસે ચાર્જ લેવાયો હતો. શુક્રવારે ફ્રી પ્રિકોશન ડોઝ શરૂ કરતા આંક 2,31,093 લોકોએ ડોઝ લીધો હતો. શનિવારે આંક 1,34,562 થયો હતો અને સોમવારે રસીના સ્ટોકની કટોકટી થઈ ત્યારે ફક્ત 71569 પ્રિકોશન ડોઝ અપાયા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!