Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

આખરે CCTVનો સદુપયોગ થશે:રાજકોટ મ્યુનિ.કમિશનરે અધિકારીઓને CCTV પરથી શહેરમાં ખાડા બુરવાની સૂચના આપી

આખરે CCTVનો સદુપયોગ થશે:રાજકોટ મ્યુનિ.કમિશનરે અધિકારીઓને CCTV પરથી શહેરમાં ખાડા બુરવાની સૂચના આપી

રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા CCTV નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.

વાહન ચાલકોને ઓછી તકલીફ પડશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં CCTVમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જોઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.

જળાશયો છલકાતા સૌની યોજના બંધ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રાજકોટમાં ગઈકાલે ખુબ જ સારો વરસાદ થયો છે. અને ઓક્ટોબર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો આજીડેમમાં આવી ગયો છે. આજી-1 અને ન્યારી ડેમમાં ભારે વરસાદથી આગામી દિવાળી સુધીનું પીવાનું પાણી આવી ગયું છે. જેથી હવે મનપા પૈસા ખર્ચીને સૌની યોજના મારફત આવતું નર્મદાનું પાણી નહીં મંગાવે. અને બધા સ્થળોએ સારો વરસાદ પડતા સિંચાઈ વિભાગે સૌની યોજના અંતર્ગત પાણી બંધ કર્યું છે.

આખરે CCTVનો સદુપયોગ થશે:રાજકોટ મ્યુનિ.કમિશનરે અધિકારીઓને CCTV પરથી શહેરમાં ખાડા બુરવાની સૂચના આપી

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!