શુધ્ધ પાણી વિતરણમાં રાજકોટનો નંબર દેશમાં 21માં ક્રમે
કેન્દ્રના નીતિ આયોગ અને સયુંક્ત રાષ્ટ્ર સંઘે ભારતના 100 સ્માર્ટ સિટીનો જાહેર કરેલો SDG રિપોર્ટ : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થાની વાતો છતા શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં દુષિત પાણી મળતુ હોવાની ફરિયાદો રોજીંદી બની છે
રાજકોટ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રાજકોટમાં શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાની વાતો પરપોટા જેવી સાબિત થઇ છે. સ્વચ્છ પાણી અને સેનિટેશનમાં દેશના 100 શહેરોમાં રાજકોટનું સ્થાન છેક 21માં ક્રમે છે. કેન્દ્રના નિતિ આયોગ અને સંયુક્ત રાષ્ટ્ર સંધના એસ.ડી.જી. (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ)ના રિપોર્ટમાં સતાવાર રીતે આ રેન્કીંગ જાહેર કરાયો છે. મનપા તંત્ર વારંવાર એવો દાવો કરે છે કે, શહેરના છેવાડાના માનવી સુધી શુધ્ધ પાણીનું વિતરણ થાય છે. પણ વસમી વાસ્તવિકતા એ છે કે, અનેક વિસ્તારોમાં દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો હવે કાયમી બની ગઇ છેે. મનપાના કોલ સેન્ટરમાં આવતી વિવિધ ફરિયાદોમાં દુષિત પાણીની સમસ્યાની ફરિયાદો સૌથી વધુ હોય છે. એ વાત સૌ કોઇ જાણે છેે. મનપાની કહેવાતી શુધ્ધ પાણી વિતરણ વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક છીંડા રહેલા જ છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને સયુંક્ત રાષ્ટ્ર સંઘે સતાવાર રેન્કીંગ રિપોર્ટ જાહેર કર્યો છે. એસ.ડી.જી.(સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ)ના સર્વેમાં સ્વચ્છ પાણી અને સેનિટેશન ઉપરાંત ગરીબી નિર્મૂલન, ભૂખમરો, જમીન પરનું જીવન, શાંતિ અને ન્યાયની સંસ્થાઓ, ગુણવતાયુક્ત શિક્ષણ, અસમાનતાનો ઘટાડો, જેન્ડર ઇક્વીલિટી, ડિસન્ટ વર્ક અને આર્થિક વૃધ્ધિ, ઉદ્યોગ અને ઇનોવેશન, માળખાગત સુવિધાઓ, ક્લાયમેન્ટ ચેન્જ સહિતની બાબતોનું પણ મુલ્યાંકત કરવામા આવે છે. વિશ્વભરના દેશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો સર્વે થાય છે. વિશ્વના 163 દેશમાં આ સર્વે થયો હતો. જેમા ભારતનું સ્થાન 121માં ક્રમે છે. જ્યારે, સ્વચ્છ પાણી અને સેનિટેશનમાં ભારતના 100 સ્માર્ટ સિટીમાં રાજકોટનો રેન્ક ટોપ-10માં પણ ક્યાંય નથી. છેક 21માં ક્રમે છે.
શહેરમાં એકબાજુ શરદી-ઉધરસ અને તાવનો વાયરલ રોગચાળો ફાટી નીકળ્યો છે. બીજીબાજુ પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. મનપા દ્વારા રોગચાળાના જે આંકડા જાહેર કરવામા આવે છે તે માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રના જ હોય છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામા આવતા દર 10 કેસમાંથી 4 કેસ ઝાડા-ઉલ્ટીના આવી રહ્યા છે. એ વાત સાબિત કરે છે કે, શહેરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર બની રહ્યો છે.મનપાના કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોમાં પાણીને લગતી 1800થી વધુ ફરિયાદો છેલ્લા બે માસમાં નોંધાઇ છે. તેમા દુષિત પાણીની પણ થોકબંધ ફરિયાદો હોવાનું જાણવા મળ્યું છે. સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસ.ડી.જી.)નો સર્વે વિશ્ર્વભરના દેશમાં થાય છે. કુલ 163 દેશમાં આ સર્વે થયો હતો. જેમા માળખાકીય સુવિધાઓ, ભૂખમરા જેવી બાબતોનું પણ મુલ્યાંકન થાય છે. ભારત વિશ્વના વિકસીત દેશમાં ટોચ તરફ આગળ વધી રહ્યુ છે અને ટૂંક સમયમાં જ મહાસતા પણ બનશે તેવા પ્રચાર વચ્ચે જમીન પરની વાસ્તવિકતા કંઇક જુદી જ છે. એસડીજીનો જે 163 દેશમાં સર્વે થયો હતો તેના રિપોર્ટમાં ભારતો રેન્ક છેક 121માં ક્રમે છે.
રાજકોટમાં દૂષિત પાણી પાછળનું મોટુ કારણ વર્ષો જુની પાઇપલાઇન
રાજકોટના અનેક વિસ્તારો એવા છે કે, જ્યા દૂષિત પાણી મળતુ હોવાની કાયમી ફરિયાદ છે. જેમ કે, જૂના રાજકોટમાં ખાસ આ સમસ્યા છે. તેની પાછળનુ મુખ્ય કારણ એ છે કે, આ વિસ્તારમાં બાબા આદમના વખતની પાઇપલાઇન છે. જે છાશવારે ભંગાણ થાય છે અને તેમા ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભળવા લાગે છે. આવી જૂની પાઇપલાઇન બદલવા માટે મનપા પાસે લાંબા ગાળાનું કોઇ આયોજન જ નથી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!