Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ઓસ્ટ્રેલિયા, ઇરાનથી આવેલા નાગરિકો સહિત રાજકોટમાં કોરોનાના વધુ 12 કેસ

ઓસ્ટ્રેલિયા, ઇરાનથી આવેલા નાગરિકો સહિત રાજકોટમાં કોરોનાના વધુ 12 કેસ

બુધવારે દસ કેસ નોંધાયા બાદ ગુરૂવારે બાર કેસ નોંધાયા હતા: પાંચ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી, અન્યોને સ્થાનિક સંક્રમણની અસર

રાજકોટ શહેરમાં બુધવારે કોરોનાના દસ કેસ જાહેર થયા બાદ ગઇકાલે બાર કેસ જાહેર થયા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ઇરાન ઉપરાંત શ્રીનાથદ્વારા, અમદાવાદ અને દ્વારકાથી આવેલા પાંચ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય આઠ વ્યક્તિઓ સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા છે એક દર્દીએ વેક્સિનના ત્રણ ડોઝ અને અન્યોએ બે ડોઝ લીધા હોવાનું જાહેર થયું છે.

જૂન માસની શરૂઆત સાથે રાજકોટમાં કોરોનાના કેસ વધ્યા છે. ઉનાળાના વેકેશનમાં હરવા ફરવા ગયેલા શહેરીજનો પરત આવતા હોય કોરોનાની અસર વધી હોવાનું અનુમાન આરોગ્ય વિભાગે લગાવ્યું હતું. પણ ટ્રાવેલ હિસ્ટ્રી કરતાં લોકલ ટ્રાન્સમિશનન પણ વધી જતા કોરોનાના એન્ટ્રી પોઇન્ટ ક્યો? તેની મુંઝવણ તંત્રને વધી ગઇ છે. બુધવારે નોંધાયેલા દસ કેસમાં સાત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર થઇ હતી.

આ પછી ગુરૂવારે નોંધાયેલા બાર કેસમાં ચાર દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર થઇ છે. જ્યારે અન્ય આઠ દર્દીઓ સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા છે. ગઇકાલે જાહેર થયેલા કેસમાં હોટલ ફર્ન પાસે રહેતાં 38 વર્ષના યુવાનની ઓસ્ટ્રેસ્લિયા, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટીમાં રહેતા 23 વર્ષના યુવાનની ઇરાનની ટ્રાવેલ હિસ્ટ્ર જાહેર થઇ છે. જ્યારે, પુનિત નગરમાં રહેતી 18 વર્ષની યુવતીની દ્વારકા અને ગીતાનગરમાં રહેતા 53 વર્ષના મહિલાની શ્રીનાથ દ્વારા અને મનહરપ્લોટમાં રહેતા 26 વર્ષના યુવાનની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર થઇ છે. આ ઉપરાંત જેઓને સ્થાનિક સંક્રમણની અસર થઇ છે તેમાં બજરંગવાડીમાં રહેતા 30 વર્ષના યુવાન અને એરપોર્ટ રોડ પર રહેતા 69 વર્ષના વૃધ્ધ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવતા તેઓ પણ સંક્રમિત બન્યા છે. જ્યારે આલાપ ગ્રિનસિટી નજીક રહેતા 42 વર્ષના મહિલા, જંકશન નજીક રહેતા 19 વર્ષના યુવાન, કુવાડવા રોડ પર રહેતા 28 વર્ષના યુવાન, ગાંધીગ્રામમાં રેહતી 23 વર્ષની યુવતી અને કોઠારિયામાં રહેતા 21 વર્ષના યુવાનને સ્થાનિક સંક્રમણની અસર થઇ છે. આ સંક્રમિતોમાંથી ઓસ્ટ્રેલિયાથી આવેલા 38 વર્ષના યુવાને વેક્સિનના ત્રણ ડોઝ લીધા છે. જ્યારે અન્યોએ બબ્બે ડોઝ લીધા છે. ગઇકાલના બાર કેસ સાથે હાલમાં 42 દર્દીઓ સારવારમાં છે. ગઇકાલે 3 દર્દીઓ સ્વસ્થ થયા હતા.શહેરમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 63776 થઇ છે. મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે 1432 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરમાં પોઝિટીવીટી રેટ 3.48 ટકા અને રીકવરી રેઇટ 99.15 ટકા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!