રાજકોટમાં ફર્નિચરના વેપારીએ CP કચેરીમાં ફિનાઇલ પીધું: પોલીસ રજૂઆત સાંભળતી ન હોવાનો આક્ષેપ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસે રવિરત્ન પાર્કમાં રહેતાં પિયુષભાઇ જયવંતભાઇ મહેતા (ઉ.વ.35)એ ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પીધું હતું. આથી સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પિયુષભાઈ સ્ટીલ, ફર્નિચર, પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરે છે પિયુષભાઈ જણાવ્યું હતું કે, પિતા-પુત્રએ મારી પાસેથી 3.45 કરોડનો માલસામાન લીધો હતો. જેમાંથી 3.15 કરોડ જ ચૂકવ્યા હતા. બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા પિતા-પુત્રએ પોલીસમાં મારા વિરૂદ્ધ અરજી કરી હતી. આથી પોલીસ મને બોલાવીને બેસાડી રાખતી અને મારી રજૂઆત સાંભળતી નહીં. આખરે કંટાળીને મેં પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી લીધું હતું.
પિતા-પુત્રએ મારા વિરૂદ્ધ જ પોલીસમાં અરજી કરી
પિયુષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 14 મહિના પહેલા માધાપર ચોકડીએ રહેતાં મિતેશભાઇ શિંગાળા અને તેના પિતા સવજીભાઇ શિંગાળાને 3.45 કરોડનો માલસામાન આપ્યો હતો. જેમાંથી તેણે 3.15 કરોડ ચૂકવ્યા હતાં અને GSTની રકમ ચૂકવી નહોતી. આ ઉપરાંત અન્ય રકમ પણ મારે તેમની પાસેથી લેવાની હતી. વારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓ પૈસા આપતાં ન હોઇ અને આ મામલે તેણે મારા વિરુદ્ધ અરજી કરી દીધી હોઇ પોલીસ મને બોલાવીને બેસાડી રાખતી હતી તેમજ હવે આ પિતા-પુત્ર એવું કહે છે કે અમે તમારી પાસેથી કોઇ માલ જ લીધો નથી.
GSTનું બિલ પણ આપ્યું નથી
પિયુષભાઈએ વધુમાં જણાવ્યું છે કે, આ બાબતે મારી રજૂઆત સાંભળવામાં આવતી ન હોઇ કંટાળીને મેં CP કચેરીએ આવી ફિનાઇલ પીધું હતું. હવે આ પિતા-પુત્ર એવું કહે છે કે અમે તમારી પાસેથી કોઇ માલ જ લીધો નથી. છેલ્લે GSTનું બિલ પણ આપ્યું નથી. સવજીભાઈએ આ બંદુક સગી નહીં થાય તેવી ધમકી પણ આપી હતી. આ બાબતે મારી રજૂઆત સાંભળવામાં આવતી ન હોઇ કંટાળીને મેં CP કચેરીએ આવી ફિનાઇલ પીધું હતું. પોલીસે પિયુષ મહેતાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!