રાજકોટના તબીબ પુત્રના અપહરણના પ્રયાસ અને ખંડણી માંગવાના આરોપીઓ જામીન ઉપર મુક્ત
રાજકોટ : રાજકોટમાં તબીબ પુત્રના અપહરણના પ્રયાસ તથા રૂા. 80 લાખની ખંડણીના કેસમાં ઝડપાયેલા આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો ગત તા.14/6ના રોજ ફરિયાદી રોહિત જીગનેશભાઇ ખંધેડિયા પોતાના નિવાસસ્થાને હોય ત્યારે તેઓને એક મોબાઇલ નં:-8128449091 ઉપરથી ફોન આવેલ અને કહેલ કે બ્લુ ડાર્ટ કુરિયરમાથી પાર્સલ આવેલ છે. જેથી નીચે આવીને લઇ જાવ તેમ કહેતા ફરિયાદી નીચે આવી ડેલી બહાર જોતા એક ઇકોકાર હતી અને કારની બાજુમાં કુટપાથ ઉપર ત્રણ ઇસમો હતા જે ત્રણેચ ઇસમો ફરીયાદીને બળજબરીથી ખેંચી ઇકો કારમાં બેસાડવાની કોશીષ કરેલ અને ફરીયાદીએ તેઓનો સામનો કરતા તેઓની વચ્ચે જપા-જપી થયેલ અને ફરીયાદી પડી ગયેલ અને તેઓને પગમાં ઘુટી પાસે મુંઢ ઇજા થયેલ અને ફરિયાદી એ રાડો-રાડ કરતા ત્રણેય ઇસમો કારમાં બેસી નિર્મળા રોડ તરફ તરફ ભાગી ગયેલ, જે અંગેની ફરીયાદ ગાંધીગામ પો. સ્ટે.માં આપવામાં આવતા પોલીસ અમલદારોએ અજાણ્યા ત્રણ ઇસમો સામે ફરીયાદ રજીસ્ટરે લીધેલ હતી. ઉપરોકત ફરીયાદ રજીસ્ટરે લેવાયા બાદ ફરીયાદ પક્ષને આરોપીઓએ ફોન કરી રુ. 80 લાખની ખંડણી માંગેલ અને જો રૂ. 80 લાખ ફરીયાદી પક્ષ નહી ચુકવેતો તેઓને આખા ઘરને આરોપીઓ જાનથી મારી નાખશે તેવી ધમકી . આપેલ. જે અનુસંધાને પોલીસ અમલદારોએ આઈપીસી કલમ 386નો ફરીયાદમાં ઉમેરો કરેલ પોલીસ અમલદારોએ તપાસ કરી ગુન્હાનાં કામે અરોપીઓ (1) કેવલ રમેશભાઇ સંચાણીયા (ર) સંજય કાંતિભાઇ ઠાકોર (3) સુરેશ બચુભાઇ ઠાકોર (4) સંજય મનજીભાઇ ઠાકોર (5) ચિરાગ દેવાભાઇ રાઠોડ ની ધરપકડ કરેલ. ત્યાર બાદ સદરહું આરોપીઓને ત્રણ દિવસ માટેનાં રિમાંડ મંજુર થયેલ ત્યાર બાદ રિમાંડ પુરા થતા આરોપીઓને નીચેની કોર્ટમાં રજુ કરવામાં આવેલ જયા આરોપીઓના વકિલ તુષારભાઇ બસલાણીની ધારદાર દલીલને ધ્યાને લઇ તમામ આરોપીઓને રૂા. 15000/- ના જામીન ઉપર મુકત કરવામાં આવેલ છે.
આ કામમાં આરોપી પક્ષે રાજકોટના ધારાશાષાી તુષારભાઇ બસલાણી, દિવ્યેશ મહેતા, કિરીટસીંહ જાડેજા, મનીષભાઇ કોટક, એઝાઝ જુણાચ, અલી અસગર ભારમલ, જગદીશભાઇ પડીયા રોકાયેલ હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
