Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટની નામાંકિત પટેલ વિહાર રેસ્ટોરેન્ટના માલીક હસમુખભાઈ પટેલનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટની નામાંકિત પટેલ વિહાર રેસ્ટોરેન્ટના માલીક હસમુખભાઈ પટેલનો ગળેફાંસો ખાઈ આપઘાત

આજે વહેલી સવારે હોલમાં જઇ પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો:પત્ની સવારે જાગી જોતા પતિ લટકતા હતા: બુમાબુમ કરતા પરિવારજનો અને પાડોશીઓ દોડી આવ્યા:અચાનક પગલું ભરી લેતા પરિવારમાં શોક

રાજકોટની નામાંકિત અને ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલીક હસમુખભાઈ પટેલે આજે વહેલી સવારે આનંદ બંગલા ચોક પાસે આવેલા અવકાશ સ્કેવર નામના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.બનાવની જાણ થતાં જ 108 અને માલવીયા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બનાવની વધુ વિગતો મુજબ,રાજકોટના આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણનગર મેઈન રોડ ધોળકિયા સ્કૂલ પાસે આવેલી અવકાશ સ્કેવરમાં રહેતા હસમુખભાઈ પરસોતમભાઈ પાંચાણી(પટેલ)(ઉ.વ.65) એ વહેલી સવારે પોતાના ઘરે હોલમાં પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સવારે ચારેક વાગ્યે પત્ની જાગ્યા ત્યારે ઘરના હોલમાં જતા પતિ લટકતી હાલતમાં દેખાતા દેકારો કરી મુક્યો હતો અને તેવામાં પરિવારજનો અને પાડોશીઓ જાગી જતા ત્યાં દોડી ગયા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ પહોંચી હસમુખભાઈને મૃતજાહેર કર્યા હતા.

108ના સ્ટાફે બનાવ અંગે તુરંત 100 નંબર પર કંટ્રોલરુમમાં જાણ કરતા જ માલવીયા પોલીસ મથકના એએસઆઈ ગીતાબેન પંડ્યા અને સ્ટાફ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયો હતો અને ત્યાં જઈને જોતા હસમુખભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં હતો તેમજ જરૂરી કાગળો કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.હસમુખભાઈના પત્નીએ જણાવ્યું હતું કે,આજે રાત્રે તેઓ સુતા હતા ત્યારબાદ પતિ ન દેખાતા તેઓ બહાર હોલમાં ગયા હતા ત્યાં જઈને જોયું તો પતિ ત્યાં લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

પોલીસે તપાસ કરતા હસમુખભાઇને રાજકોટની નામાંકિત ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર નામની રેસ્ટોરન્ટ છે.જેઓ તેનું સંચાલન પોતે જ કરતા હતા.પરંતુ કોરોના કાળ બાદ ધંધો બરાબર ચાલતો નહોતો.તેઓ ચિંતામાં રહેતા હતા.ગઈકાલે અચાનક પગલું ભરી લેતા પટેલ પરિવારમાં શોક છવાયો છે.

પગલું ભરવાનું કારણ આર્થિકભીંસ કે મિલકત અંગેનો પ્રશ્ન?
આનંદ બંગલા ચોક પાસે આવેલા ધોળકિયા સ્કૂલ પાસેના અવકાશ સ્કેવરમાં રહેતા પટેલ વિહારના માલીક હસમુખભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેઓએ આર્થિકભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું તારણ છે.તેમજ ભાઈઓ ભાગની મિલકત અંગેના પ્રસન્નમાં થોડા દિવસથી ચીંતામાં રહેતા હતા એવું ચર્ચાઈ રહ્યું છે.

હસમુખભાઈના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલીક હસમુખભાઈએ આજે સવારે આપઘાત કરી લીધો હતો.તેઓના મૃત્યુથી ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.તેમજ પરિવારમાં શોક છવાયો છે.તેઓ ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતા.

રાજકોટની નામાંકિત પટેલ વિહાર રેસ્ટોરેન્ટના માલીક હસમુખભાઈ પટેલનો ગળેફાંસો ખાઈ આપઘાત

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!