ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં લઇ જવાતો રૂ. 5.13 લાખની કિંમતનો 1860 બોટલ-પાઉચ અંગ્રેજી દારુ કબજે કરતી શહેર ક્રાઇમબ્રાંચ
રાજકોટ શહેર ક્રાઇમબ્રાંચની ટીમે ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં ફરી એક વખત અંગ્રેજી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરનાં મોરબી રોડ બાયપાસ ઉપરથી બાતમીના આધારે ટ્રકને આંતરી તેમાં તલાસી લેતા રૂ. 5.13 લાખની કિંમતનો 1092 બોટલ દારુ તેમજ 768 પાઉચ કબજે કરવામાં આવ્યા છે. ક્રાઇમબ્રાંચે કુલ રૂ. 20.23 લાખની કિંમતનો દારુ સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં દારુ અને જુગારની બદી નાબૂદ કરવા માટે પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવની સૂચનાથી શહેર ક્રાઇમબ્રાંચ પીઆઇ વાય.બી. જાડેજા અને પીઆઇ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હે.કો. મહેન્દ્રસિંહ ડોડિયા, વિજયરાજસિંહ જાડેજા અને મુકેશ ડાંગરને હકીકત મળી હતી કે, મહારાષ્ટ્ર પાસિંગવાળા ટ્રકમાં ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં અંગ્રેજી દારુની હેરાફેરી કરવામાં આવનાર છે અને મોરબી બાયપાસ રોડ ઉપરથી આ ટ્રક પસાર થવાનો છે જે હકીકતના આધારે સ્ટાફ મોરબી બાયપાસ રોડ ઉપર વોચમાં હોય ત્યારે આસ્થા સાંગ્રીલા રેસિડેન્સી તરફ જતા રસ્તા ઉપરથી એમ.એચ.06-બીડી-1372 નંબરનો ટ્રક શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને અટકાવી તલાસી લેવામાં આવી હતી. આ ટ્રકમાં પ્રારંભિક તપાસમાં આગળ ટ્રાન્સપોર્ટના પાર્સલ જોવા મળ્યા હતા ત્યારબાદ તેની પાછળ તપાસ કરતા જુદી-જુદી કંપનીની અંગ્રેજી દારુની 1092 બોટલ તથા 768 પાઉંચ કિંમત રૂ. 5,13,800ના મળી આવતા આ અંગ્રેજી દારુ કબજે કરવામાં આવ્યો હતો.
ક્રાઇમબ્રાંચની ટીમે દારુના જથ્થા સાથે રાજસ્થાનનાં અજમેર જિલ્લાના બ્યાવર તાલુકાના જવાજા ગામના વિનોદસિંહ ભંવરસિંહ રાવત-રાજસ્થાનનાં રાજસમદ જિલ્લાના ભીમ ગામના સુમેરસિંહ ચરણસિંહ રાવત અને જામનગર જિલ્લાના દડિયા ગામના જયેશ ભોજાભાઇ માતંગની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખસો પાસેથી પોલીસે દારુ ઉપરાંત બે મોબાઇલ ફોન અને ટ્રક મળી રૂ. 20,23,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસ દ્વારા આ અંગ્રેજી દારુ કયાંથી લાવવામાં આવતો હતો અને કોને આપવાનો હતો ? તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!