Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર મનહર લોજનું ત્રણ માળનું બિલ્ડિંગ પડવાના આરે: ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર મનહર લોજનું ત્રણ માળનું બિલ્ડિંગ પડવાના આરે: ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

સાત જેટલી દુકાનો ખાલી કરાવાઈ: ભારે વરસાદને કારણે બિલ્ડિંગની દિવાલનું પોપડું ધસી પડતાં વેપારીઓમાં ભાગદોડ : ઉપરના માળે દિવાલ નમી ગઈ

રાજકોટમાં પડેલા 11 ઈંચ વરસાદને પગલે ખખડી ગયેલી અનેક ઈમારતોને મોટું નુકસાન થવા પામ્યું છે તો અનેક વિસ્તારોમાં ઈમારતોની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે ત્યારે ટ્રાફિકથી ધમધમતાં ધર્મેન્દ્ર રોડ ઉપર વર્ષો જૂનું મનહર લોજનું ત્રણ માળનું બિલ્ડિંગ પડું પડું થવા લાગતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે સાત જેટલી દુકાનો ખાલી કરાવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ ગતરાતથી વરસી રહેલા વરસાદને કારણે અત્યંત નબળા પડી ગયેલા બિલ્ડિંગની એક દિવાલનું પોપડું અચાનક ધસી પડતાં આસપાસની દુકાનોના વેપારીઓ ગભરાઈ ગયા હતા અને રીતસરની ભાગદોડ મચી ગઈ હતી. કોઈ મોટી દૂર્ઘટના સર્જાય તે પહેલાં વેપારીઓએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતાં ચીફ ફાયર ઑફિસર ખેર સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુદ્ધના ધોરણે આસપાસ આવેલી દુકાનો ખાલી કરાવી હતી. બીજી બાજુ આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હોવાથી અહીંથી લોકોને બહુ અવર-જવર નહીં કરવા પણ અપીલ કરવામાં આવી છે.

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર મનહર લોજનું ત્રણ માળનું બિલ્ડિંગ પડવાના આરે: ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!