Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

યાજ્ઞિક રોડ પર ‘છાશવાલા’ માંથી કેસર કાજુ લસ્સી અને વેનિલા આઇસ્ક્રીમના નમુના સહિત અલગ અલગ સ્થળોએ ખાણીપીણીના 40 ધંધાર્થીઓનું ચેકિંગ: તમામ જગ્યાએ સબ સલામત

યાજ્ઞિક રોડ પર ‘છાશવાલા’ માંથી કેસર કાજુ લસ્સી અને વેનિલા આઇસ્ક્રીમના નમુના સહિત અલગ અલગ સ્થળોએ ખાણીપીણીના 40 ધંધાર્થીઓનું ચેકિંગ: તમામ જગ્યાએ સબ સલામત

રામ ઔર શ્યામ ગોલા, હાસમભાઇ ગુલ્ફીવાળા, મધુભાઇ ચેવડાવાળા સહિત અલગ અલગ સ્થળોએ ખાણીપીણીના 40 ધંધાર્થીઓનું ચેકિંગ

રાજકોટ: મહાનગરપાલિકાની ફૂડશાખાએ યાજ્ઞિક રોડ પર નામાંકિત બનેલી છાશવાલામાંથી કાજુ લસ્સી અને વેનિલા આઇસ્ક્રીમના નમુના લીધા હતા. જ્યારે અલગ અલગ સ્થળોએ રામ ઔર શ્યામ ગોલા, હાસમભાઇ ગુલ્ફીવાળા, મધુભાઇ ચેવડાવાળા સહિત અલગ અલગ સ્થળોએ ખાણીપીણીના 40 ધંધાર્થીઓનું ચેકિંગ કરાયું હતું. પણ તમામ જગ્યાએ સબ સલામત હોવાનો દાવો ફૂડ શાખાએ ર્ક્યો છે.

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ડો. યાજ્ઞિક રોડ પર કોઇન્સ કોર્નર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પટેલ ડેરી પ્રોડક્ટના ‘છાશવાલા’માંથી
કેસર કાજુ લસ્સી (220 એમએલ પેકમાંથી) અને આ જ સ્થળેથી વેનીલા આઇસક્રીમ (700એમએલ પેકમાંથી) નમુના લઇને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા .

આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે બજરંગવાડીથી જામનગર રોડ વિસ્તારમાં 20 પેઢીની અને કોઠારિયા મેઇનરોડ પર પણ અવી જ રીતે 20 પેઢીમાં ચકાસણી કરી ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વગેરેના 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જે સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી તેમાં સુરતી મિલ્ક પાર્લર, સાવરીયા સેન્ડવીચ, રાધિકા ચાઇનીઝ પંજાબી, જય ખોડિયાર ચાઇનીઝ પંજાબી, રાધેશ્યામ ચાઇનીઝ પંજાબી, જય ભવાની પાઉંભાજી, જય ગણેશ મદ્રાસ કાફે, રિદ્ધિ સિધ્ધી વિનાયક વડાપાઉ, રાજ પાઉભાજી, જોગી ઘુઘરા, જોગી ઢોકળા,કચ્છી દાબેલી ઘુઘરા, તિરુપતિ મદ્રાસ કાફે, ગણેશ પાઉભાજી, ચામુંડા મદ્રાસ કાફે, ચમુંડા ભેળ સેન્ટર, સંધ્યા મદ્રાસ કાફે, અમીષા ચાઇનીઝ પંજાબી, જય સિયારામ વડાપાઉં, ગોકુલ ડેરી ફાર્મ, યોગેશ્ર્વર ડેરી ફાર્મ, અશોક વિજય ડેરી ફાર્મ, અતુલ આઇસક્રીમ, સપના કોલ્ડ્રિંક્સ, કેક એન જોય ,શિવમ ફાસ્ટ ફૂડ, સદગુરુ જ્યુસ, મધુભાઈ ચેવડાવાળા, ડિલક્સ કોલ્ડ્રિંક્સ, ખોડિયાર કોલ્ડ્રિંક્સ, ગુરુકૃપા ફૂડ ઝોન, દિલિપ ડેરી ફાર્મ, આનંદ શીંગ, ઝૂલેલાલ ફૂડ ઝોન, શિવ શક્તિ કિરાણા ભંડાર, ભવાની સ્વીટ ફરસાણ, હાસમભાઇ ગુલ્ફીવાળા, રામ ઔર શ્યામ ગોલાવાળા અને નકલંક ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી જો કે ફૂડ શાખાએ આ તમામ સ્થળોએથી કઇ વાંધાજનક નહીં મળ્યાનું જાહેર ર્ક્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!