Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટ ગ્રામ્ય 'ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ' ડિઝલની ગ્રાન્ટનાં મામલે એક મહિનાથી બંધ હાલતમાં

રાજકોટ ગ્રામ્ય 'ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ' ડિઝલની ગ્રાન્ટનાં મામલે એક મહિનાથી બંધ હાલતમાં

રાજકોટ ગ્રામ્યને ફાળવવામાં આવેલી લેબ સાથેની વાન વંદે માતરમ યાત્રાનાં રથ પાછળ કરોડોનો ધૂમાડો, બીજી તરફ ડિઝલનાં વાંકે ખાધપદાર્થોનાં નમૂના લેતી વાન ધૂળ ખાય છે!

સરકાર એક તરફ યોજનાઓનાં પ્રચાર - પ્રસાર માટે કરોડો રૂપિયા વાપરી રહી છે ત્યારે બીજી તરફ આરોગ્ય સાથે જોડાયેલી કેટલીક સેવાઓ માત્ર ડિઝલનાં પૈસાનાં વાંકે ખોરવાઈ ગઈ હોવાનું બહાર આવ્યુ છે. રાજકોટ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં લ ભેળસેળ વાળા ખાધપદાર્થોનાં નમૂના ત્વરીત લઈ ચકાસી શકાય અને આવી પ્રવૃતિ પર અંકુશ લાવી શકાય તેવા હેતુથી ફૂડ સેફટી ઓન વ્હીકલ પ્રોજેકટ હેઠળ એક ખાસ વાન ફાળવવામાં આવી છે આ વાન ડિઝલનાં પૈસાનાં વાંકે બંધ હાલતમાં પડી છે.

કેન્દ્ર સરકારની એક યોજના હેઠળ ગુજરાતનાં મહાનગરો - જિલ્લાઓને ખાધપદાર્થોનાં નમૂનાઓનું ત્વરીત પરીક્ષણ કરી શકાય તે માટે ખાસ વાન ફાળવવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય માટે ત્રણેક મહિના પહેલા એક વાન ફાળવવામાં આવી હતી પરંતુ થોડો સમય ચાલુ રહયા બાદ પેટ્રોલ - ડિઝલની ગ્રાન્ટનો પ્રશ્ન થતા આ વાન છેલ્લા એકાદ મહિનાથી બંધ પડી છે. લાખોની કિંમતની સ્પેશ્યલ ડિઝાઈન કરેલી લેબ સાથેની વાન નજીવી એવી ડિઝલની ગ્રાન્ટનાં વાંકે બંધ છે કોઈ ઉપયોગમાં લેવામાં આવતી નથી. મહિને આશરે રૂ. 20,000નું ડિઝલ આ વાનમાં વપરાતુ હોવાનું જાણવા મળે છે.

આ વાનની ડિઝલની ગ્રાન્ટ માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરી વચ્ચે એકાદ મહિનાથી પત્ર વ્યવહાર કરવામાં આવી રહયો છે હજુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી. રાજય સરકાર એક તરફ ગામે ગામ વંદે માતરમ વિકાસ યાત્રા રથ ફેરવી રહી છે બીજી તરફ ફૂડ ચેકીંગ માટેની મહત્વની વાન ડિઝલનાં પૈસાનાં મામલે બંધ પડી છે. દરમિયાન આ વાન સાથે આઉટ સોર્સિંગથી ફાળવવામાં આવેલા ડ્રાઈવરની સેવા પણ સેફટી વ્હીકલ બંધ હોવાથી કચેરીનાં અન્ય કામ માટે લેવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાંવ્યુ હતુ.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!