Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટમાં જગન્નાથ યાત્રામાં 1307 જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત

રાજકોટમાં જગન્નાથ યાત્રામાં 1307 જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત

રાજકોટ: આગામી તા. 1-7-22ને શુક્રવારના રોજ અષઢી બીજના પવિત્ર તહેવારે શહેરમાં જગન્નાથ યાત્રા નીકળવાની છે જે જગન્નાથ યાત્રાના અનુસંધાને આજરોજ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રથયાત્રા દરમિયાન 1307 જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આ જગન્નાથ યાત્રાના બંદોબસ્ત અંગે ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના ત્રણ રથ જોડાનાર છે. આ ઉપરાંત તેમાં આશરે 55થી 60 જેટલા વાહનો અને 2500 જેટલા ભાવિકો જોડાવવાના છે. 22 કિલોમીટરની આ રથયાત્રા શહેરનાં જુદા-જુદા સ્થળોએથી પસાર થવાની છે ત્યારે આ રથયાત્રાના પસાર થવાના સમગ્ર રૂટ ઉપર મહત્વની તથા સ્ટેટેટિક જગ્યાઓ તથા ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ ઉપર પોલીસ જવાનોને બાયનોક્યુલર તેમજ વોકીટોકી સાથે બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યા છે. તેઓ સમગ્ર યાત્રા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચાંપતી નજર રાખશે.

આ ઉપરાંત ડીસીપી ક્રાઇમના જણાવ્યા અનુસાર આ રથયાત્રામાં પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવની અધ્યક્ષતા હેઠળ ઝોન-1 અને ઝોન-2ના ડીસીપી તથા પાંચ એસીપી, 16 પોલીસ ઇન્સ્પેકટર, 51 પીએસઆઇ, 10 મહિલા પીએસઆઇ, 40 એસઆરપીની ટૂકડીઓ, તેમજ પોલીસ જવાન, હોમગાર્ડ અને ટીઆરબી મળી કુલ 1307 જવાનોનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ જગન્નાથ યાત્રાના 22 કિલોમીટરના રૂટ ઉપર જે વિસ્તારમાંથી યાત્રા પસાર થવાની છે તે વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના મનાતા સ્થળો ઉપર રૂબરૂ બંદોબસ્ત ઉપરાંત સીસીટીવી તેમજ પ્રહરી વાહન અને ડ્રોનની મદદથી ચાંપતી નજર રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતુ. આજની આ પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ ઉપરાંત ડીસીપી પ્રવીણકુમાર મીના, એસીપી જે.એસ. ગેડમ, ક્રાઇમબ્રાંચ પીઆઇ જે.વી. ધોળા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!