રાજકોટમાં આવતીકાલે મનપાએ બનાવેલા 3790 આવાસનું PM મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ અને ડ્રો થશે
પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં કાર્યક્રમ યોજાશે, CM પટેલ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે
1042 ફલેટના નંબરની ફાળવણી અને આવાસનો ગૃહપ્રવેશ કરાવશે પ્રધાનમંત્રી: રાજકોટ મનપાએ રૂ.166 કરોડ અને રૂડાએ 166.83 કરોડના ખર્ચે બનાવેલા 3790 આવાસનું ઈ-લોકાર્પણ આવતીકાલે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે PM નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવશે.
સાઈટ ખાતે લાઈવ કાર્યક્રમ યોજાશે
આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલની સત્તાવાર યાદી માં જણાવ્યા અનુસાર કાલે તા.18-6 શનિવારના રોજ સવારે 11:15 કલાકે,પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે આવાસોનો ડ્રો, આવાસોના નંબર ફાળવણી માટેનો અન્ય એક ડ્રો તથા બી.એલ.સી. હેઠળના આવાસોનો ગૃહ પ્રવેશ અંગેનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાશે. જ્યારે આવાસોની જુદી જુદી સાઈટ ખાતે પણ આ અંગેના લાઈવ કાર્યક્રમ યોજાશે.
CM પટેલ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે
રૂ.167 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના 1808 આવાસોનું લોકાર્પણ, 1042 આવાસોનો નંબર ફાળવણી ડ્રો, બી.એલ.સી. હેઠળ રૂ. 17.04 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 487 આવાસોનો ગૃહ પ્રવેશ ઉપરાંત રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ.એચ.પી. હેઠળ રૂ. 166.83 કરોડના ખર્ચે 1982 આવાસનું લોકાર્પણ અને બી.એલ.સી. હેઠળ રૂ.33.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 970 આવાસોનો ગૃહ પ્રવેશ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે.
આ આવસનું લોકાર્પણ થશે
➤આવાસ યોજના પ્લોટ નં.2E, સીતાજી ટાઉનશીપ પાસે, અંબિકાનગર, 80 ફૂટ રોડ, મવડી,
➤આવાસ યોજના પ્લોટ નં. 104, શિવધામ સોસા.સામે, વિમલનગર મેઈન રોડ, વસંત માર્વેલની બાજુમાં
➤આવાસ યોજના પ્લોટ નં. 446, રાણી ટાવર ની પાછળ, આરકે નગરની બાજુમાં યોગીનગરની પાછળ કાલાવડ રોડ
➤આવાસ યોજના પ્લોટ નં. એસ-3, દ્વારિકા હાઈટ્સની બાજુમાં, શ્રી કૃષ્ણ હવેલી પાસે, 150 ફૂટ રીંગરોડ
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!