Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટના લોકમેળામાં રમકડાં તેમજ ખાણીપીણી સહિતના સ્ટોલના ભાડાંમાં વધારો થશે

રાજકોટના લોકમેળામાં રમકડાં તેમજ ખાણીપીણી સહિતના સ્ટોલના ભાડાંમાં વધારો થશે

યાંત્રિક સહિતના વિવિધ કેટેગરીના સ્ટોલની હરાજીમાં અપસેટ પ્રાઇઝમાં પણ વધારો કરવા બાબતે તંત્ર દ્વારા વિચારણા : આગામી સપ્તાહમાં લોકમેળાની બેઠક બાદ ટૂંક સમયમાં મંડપ, લાઇટ, ડેકોરેશનનાં ટેન્ડર બહાર પડશે : અઢી વર્ષ બાદ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોવાથી લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કલેકટરને દરખાસ્ત કરાય તેવી શક્યતા

રાજકોટ : આગામી તા. 17 ઓગષ્ટથી પાંચ દિવસ માટે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર ભવ્ય લોકમેળા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કવાયત શરુ થઇ ગઇ છે. લોકમેળા અમલીકરણ સમિતિ તરફથી આ વર્ષે સ્ટોલના ભાડા વધારા બાબતની કલેકટર સમક્ષ દરખાસ્ત કરાય તેવી શકયતા નકારી શકાતી નથી. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાંથી સમય મળતાં વહિવટી તંત્ર પેન્ડિંગ કામના નિકાલની કામગીરીમાં લાગી ગયું છે. કાલે મહેસુલી અપીલ બોર્ડની બેઠક બાદ લેન્ડગ્રેબિંગની પણ બેઠક મળશે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં અઢી વર્ષ બાદ સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ અને ભવ્ય લોકમેળા માટે પાંચ દિવસમાં આઠથી બાર લાખ લોકો ઉમટી પડે છે. દરમિયાન છેલ્લા અઢી વર્ષ દરમિયાન કોરોનાને લીધે ધંધામાં વ્યાપક અસર જોવા મળી હતી. બીજી તરફ રમકડાં સહિતના નાના-મોટા ધંધાર્થીઓની આવક ઉપર અસર થઇ છે. આ ઉપરાંત મંડપ સહિતના ઇલેકટ્રીકલ સામાનના ભાવ વધતાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા દરેક સ્ટોલમાં પાંચથી પંદર ટકા ભાડામાં ભાવ વધારો અંતર્ગત કલેકટરને દરખાસ્ત મુકી શકે છે. અપસેટ પ્રાઇઝમાં યાંત્રિક રાઇડસ અને ખાણીપીણી અને કોર્નરના સ્ટોલમાં વધારો થશે. આગામી સપ્તાહમાં લોકમેળાની બેઠક મળી શકે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!