Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

કોરોનાના કેસ વધતા રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીને માસ્ક ફરજિયાત: જિલ્લા શિક્ષણાધિકારીનો નિર્ણય

કોરોનાના કેસ વધતા રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીને માસ્ક ફરજિયાત: જિલ્લા શિક્ષણાધિકારીનો નિર્ણય

ગુજરાતની સાથોસાથ રાજકોટ જિલ્લામાં પણ કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. આથી સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ તમામ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું તેવી સૂચના આપી છે. તેમજ બીમાર બાળકોને વાલીઓ સ્કૂલે ન મોકલે તે માટે સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા પાંચ દિવસમાં 40 કેસ નોંધાયા છે. જેમાં બુધવારે 10, ગુરૂવારે 12, શુક્રવારે 5, શનિવારે 3 અને રવિવારે 10 કેસ નોંધાયા છે.

બીમાર વિદ્યાર્થીને વાલી સ્કૂલે ન મોકલે
બી.એસ. કૈલાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાત અને રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આથી વિદ્યાર્થીઓની સલામતિને ધ્યાનમાં લઇને રાજકોટ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફરજિયાત માસ્ક પહેરીને આવે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ સરકારની ગાઇડલાઇનનું સ્કૂલો પણ પાલન કરે તેવી સૂચના આપવામાં આવી છે. ઉપરાંત વાલીઓ પણ બીમાર હોય તેવા બાળકોને સ્કૂલે ન મોકલે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.

સ્કૂલોએ પણ SOPનું પાલન કરવા સૂચના
કૈલાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલોએ સેનિટાઇઝેન, સોશિયલ ડિસ્ટન્સ સહિતનું પાલન કરવાનું રહેશે. કોરોના કેસ ઘટતા લોકો તેને હળવાશથી લેતા હતા. પરંતુ આ બાબત ગંભીરતાથી લેવા સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં એક પણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો નથી. 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની વેક્સિનેશનની કામગીરી ચાલુ જ છે. શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તો વાલીઓએ પોતાના સંતાનોને સ્કૂલ ન મોકલે તેવી જ સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવે છે. કારણ કે, વિદ્યાર્થીમાં ક્યો રોગ છે અને તે ચેપી છે કે કેમ તે સ્કૂલે જલ્દીથી નક્કી ન થાય. આથી ઝડપથી સંક્રમણ વધે અને અન્ય વિદ્યાર્થીઓને નુકસાન થાય. આ વિદ્યાર્થીઓ બીમારીના સમયે સ્કૂલે ન આવે એવી સૂચના આપવામાં આવી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!