Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રક્ષક જ ભક્ષક: રાજકોટમાં પોલીસમેનની લુખ્ખાગીરી આવી સામે હેમુ ગઢવી હોલ નજીક DCB કોન્સ્ટેબલે 7 મિત્ર સાથે ઇંડાં ખાધા, પૈસા માગ્યા તો બધાએ ભેગા થઈ 12 વર્ષના તરુણને 14 ધોકા ફટકાર્યા!

રક્ષક જ ભક્ષક: રાજકોટમાં પોલીસમેનની લુખ્ખાગીરી આવી સામે હેમુ ગઢવી હોલ નજીક DCB કોન્સ્ટેબલે 7 મિત્ર સાથે ઇંડાં ખાધા, પૈસા માગ્યા તો બધાએ ભેગા થઈ 12 વર્ષના તરુણને 14 ધોકા ફટકાર્યા!

ફરિયાદી પાસેથી પણ તોડ કરવા માટે પંકાયેલી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ સહિતના સ્ટાફની બદલી અને સસ્પેન્ડ કર્યા સહિતના પગલાં લેવાયા હોવા છતાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના માનસમાંથી હજુ પણ ખાખીનો રોફ જતો નથી, રવિવારે રાત્રે ક્રાઇમ બ્રાંચના પોલીસમેને તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નાસ્તો કર્યા બાદ ઇંડાંની લારીના સંચાલકે પૈસા માગતાં મફતમાં ખાવા ટેવાયેલા આ પોલીસમેને મિત્રો સાથે મળી લારી સંચાલકના 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા હતા અને લારી સંચાલકની પણ બેરહેમીથી ધોલાઇ કરી હતી.

રાતે 12 વાગ્યે ખાવા ગયા હતા
હેમુ ગઢવી હોલ પાસે ઇંડાંની લારી રાખીને ધંધો કરતાં રજાક પીપરવાડિયાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતે પોતાની લારીએ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતો ધમભા ઝાલા, તેની સાથે ગજુભા પરમાર, નવદીપસિંહનો વિકલાંગ પિતરાઇ ભાઇ તથા પાંચ અજાણ્યા શખ્સ લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી સંચાલક રજાકે પૈસા માગતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો, તેની સાથે રહેલા તેના સાત મિત્ર પણ બેફામ બન્યા હતા, અને લારી સંચાલક રજાકના 12 વર્ષના પુત્ર હૈદરને ટાર્ગેટ કર્યો હતો.

પિતાને પણ ઢોરમાર માર્યો
પોલીસમેન ધમભા ઝાલા સહિત આઠેય શખ્સ ધોકા લઇને માસૂમ હૈદર પર તૂટી પડ્યા હતા, પુત્રને બચાવવા દોડેલા રજાક પીપરવાડિયાને પણ પોલીમેન આણી આ ગેંગે ઢોરમાર માર્યો હતો, પોલીસમેનની લુખ્ખાગીરીથી લારીએ નાસ્તો કરવા આવેલા અન્ય શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસમેન સહિતના શખ્સોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ઉલાળ્યા હતા અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી.

પોલીસની લુખ્ખાગીરીથી રક્ષક જ ભક્ષકની સ્થિતિ અવાર નવાર બનતી જોવા મળે છે ત્યારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સામે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આવા પોલીસ કર્મીઓ પર કોઈ કાર્યવાહી થશે કે નહીં ??

રક્ષક જ ભક્ષક: રાજકોટમાં પોલીસમેનની લુખ્ખાગીરી આવી સામે હેમુ ગઢવી હોલ નજીક DCB કોન્સ્ટેબલે 7 મિત્ર સાથે ઇંડાં ખાધા, પૈસા માગ્યા તો બધાએ ભેગા થઈ 12 વર્ષના તરુણને 14 ધોકા ફટકાર્યા!

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!