સ્વનિધિ મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અનુસંધાને મેયરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
તા. 27 જૂલાઇએ મુખ્ય કાર્યક્રમ સાથે ઉજવણીનો પ્રારંભ: વિવિધ સમિતિની રચના કરાઇ
ભારતની આઝાદીના 75માં વર્ષે તેના સુવર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણીનાં ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યુું છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત દેશના 75 શહેરોમાં સ્વનિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ આયોજન અંગે પરામર્શ કરવા માટે આજે મેયર ડો. પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્વનિધિ મહોત્સવ અંતર્ગત તા.27ના રોજ યોજાનાર મુખ્ય કાર્યક્રમ તેમજ એ પહેલાના દિવસોમાં યોજાનાર અન્ય વિવિધ કાર્યક્રમોનાં સફળ સંચાલન માટે રચવામાં આવેલી વિવિધ સમિતિઓની જવાબદારીઓ અંગે છણાવટ કરી હતી. અને તેમાં જુદીજુદી સમિતિઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ પૂર્વે સહાયક કમિશનર એચ.આર.પટેલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મીટિંગની કાર્યવાહીનું સંચાલન પ્રોજેક્ટ શાખાના ઇન્ચાર્જ આસીસ્ટન્ટ મેનેજર દીપ્તિબેન આગરીયાએ કર્યું હતું. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, ઉપરાંત સેનિટેશન કમિટીનાં ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, આરોગ્ય સમિતિનાં ચેરમેન ડો. રાજેશ્ર્વરીબેન ડોડિયા, એસ્ટેટ કમિટીનાં ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેનપરેશભાઈ પીપળીયા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, નાયબ કમિશનરોે આશિષ કુમાર, ચેતન નંદાણી, સહાયક કમિશનર એચ.આર.પટેલ તેમજ આ આયોજન માટે રચવામાં આવેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં અભ્યાસ કરતા બાળકો (ફેરી પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલ પરિવારોના) બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, શેરી ફેરિયાઓના રહેઠાણના સ્થળોની નજીકની શાળાઓમાં વિવિધ હરીફાઈઓનું આયોજન, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ઉપરાંત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સુચના મુજબ આંગણવાડી મારફત હરિફાઈ, પોષ્ટિક આહારયુક્ત વાનગી હરિફાઈ, ગ્રીન સલાડ સુશોભન હરિફાઈનું આયોજન કરી વિજેતા સ્પર્ધકો નક્કી કરવાનાં રહેશે. જ્યારે, હોકર્સ ઝોનમાં સુશોભન, તમામ હોકર્સ ઝોનનું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ અને સુચિત હોકર્સ ઝોનમાં તથા કાર્યક્રમ સ્થળે સુચના મુજબ પ્રાથમિક આરોગ્ય ચકાસણી કેમ્પ તેમજ વેક્સીનેશન કેમ્પનું આયોજન
શેરી ફેરિયાઓ માટેની ટૂંકી ફિલ્મનું નિદર્શન, ડીજીટલ ટ્રાન્જેકશન માટે લાભાર્થીઓને ટ્રેનીંગ અને ચછ કોડ વિતરણ, શેરી ફેરિયાઓ માટે ફાયનાન્સિયલ લીટરસી કેમ્પ, સ્ટ્રીટ ફૂડ ફેસ્ટીવલ અંતર્ગત વેંચાણ કમ નિદર્શન સ્ટોલ, શેરી ફેરિયાઓના ફૂડ સ્ટોલ-5 અન્ય સ્ટોલ-5, સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ માટે વેંચાણ કમ પ્રદર્શન સ્ટોલ-5, ઙખ સ્વનિધિ યોજનાના લાભો અને તેનું મહત્વ વિષય આધારિત યોજનાકીય નાટક, કાર્યક્રમના સ્થળે મેલેરિયા વિભાગ મારફત આઈ.ઈ.સી. સ્ટોલ વગેરે સંબંધિત આનુષંગિક કામગીરી, નાણાકીય વ્યવહાર અને મહત્તમ ડીઝીટલ ટ્રાન્જેકશન કરતાં ફેરીયાઓની ઓળખ અને સન્માન ,દિવ્યાંગ ફેરીયોઓનું સન્માન, શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંકોનું સન્માન, યોજનાકીય કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન, શ્રેષ્ઠ હોકર્સ ઝોન સુશોભન સન્માન, સ્વ-સહાય જૂથ સ્ટ્રીટ વેન્ડર્સ સ્ટોલ્સનાં લાભાર્થીનું સન્માન, વિવિધ સ્પર્ધાઓને વિજેતાઓનું સન્માન, સ્ટ્રીટ વેન્ડર્સ એશોસીએશન પ્રતિનિધિની ઓળખ અને સન્માન.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!