Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો RPFની મહિલા કોન્સ્ટેબલે બચાવ્યો જીવ

રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો RPFની મહિલા કોન્સ્ટેબલે બચાવ્યો જીવ

રાજકોટ ડિવિઝનનો સમર્પિત સ્ટાફ હંમેશા યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવાનો પ્રયત્ન કરે છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ક્રમમાં, RPF સ્ટાફની મહિલા કોંસ્ટેબલ એ તાજેતરમાં રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો જીવ બચાવ્યો હતો.

ઘટના 4 જુલાઈ, 2022ની છે. પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત આરપીએફ ની મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ જોયું કે ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ જ્યારે રાજકોટથી 13.53 વાગે રવાના થઈ રહી હતી ત્યારે એક મહિલા મુસાફર અને એક બાળક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે આ બાળક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયું. કોન્સ્ટેબલ સોનુ વર્મા એ તરત જ દોડીને આ બાળકને ખેંચીને બહાર કાઢ્યો. આ બાળક તેના માતા-પિતા સાથે રાજકોટથી દમોહ જઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને અન્ય મુસાફરો દ્વારા તરત જ ચેઈન પુલિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ પછી બાળકને તેના માતા-પિતા સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યો. ઘટના સ્થળ સીસીટીવી કવરેજની પૂરેપૂરી રેંજ માં ન હોવાને કારણે, સીસીટીવી ફૂટેજ સંપૂર્ણ રીતે રેકોર્ડ થઈ શકી નથી. બાળકના માતા-પિતાએ આરપીએફ રાજકોટના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે આ મહિલા કોંસ્ટેબલ ની સતર્કતા, સૂઝબૂઝ અને બહાદુરીની પ્રશંસા કરી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!