રાજકોટના રેલનગરમાં આવેલ 2 આવાસમાં મૂળ માલિક સિવાયના શખ્સો રહેતા 16 આવાસ સીલ કરાયા
રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે. છતાં પણ રેલનગર વિસ્તારમાં ક્રાંતિવિર ખુદીરામ બોઝ અને લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મૂળ માલિકે પોતાના આવાસ ભાડેથી આપી દીધાનું બહાર આવતા 16 આવાસને સીલ કરવામાં આવ્યા હતા.
આ સ્થળો પર આવાસ સીલ કરવામાં આવ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત તા.26/05/2022ના રોજ ક્રાંતિવિર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા A-34, D-52, E-52, E-61 તેમજ E-63 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા માલુમ પડ્યા હતા જયારે તા.06/06/2022ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા D-72, E-13, E-14, E-24, E-44, E-51, E-52, E-54, E-63, E-73 તેમજ E-74 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા માલુમ પડેલ હોવાથી મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અન્વયે બન્ને આવાસમાં આવેલા 16 ફ્લેટને નોટીસ ફટકારીને સીલ કરવામાં આવ્યા હતા.
આ પૂર્વે પોપટપરામાં પણ આવો બનાવ બન્યો હતો
નોંધનીય છે કે આજથી 22 દિવસ પહેલા પણ પોપટપરામાં રાણી ટાઉનશીપમાં મૂળ માલિકે પોતાના આવાસ ભાડેથી આપી દીધાનું બહાર આવતા 2 આવાસને સીલ કરવામાં આવ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!