Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

રામનાથપરા પુલ પાસેથી તણાઈ આવેલા મૃતદેહની ઓળખ થઈ: વિનોદનગરના કિશોરસિંહ હોવાનું ખુલ્યું

રામનાથપરા પુલ પાસેથી તણાઈ આવેલા મૃતદેહની ઓળખ થઈ: વિનોદનગરના કિશોરસિંહ હોવાનું ખુલ્યું

કિશોરસિંહ સવારે સાયકલ લઈ ફિલ્ડમાર્શલ કંપનીએ કામે જવા નીકળ્યા બાદ નંદાહોલ નજીક પાણીના પ્રવાહમાં તણાયા:વિવેકાનંદનગર નજીક સાયકલ રેઢી મળી હતી: પરિવારમાં શોક છવાયો

ગઈકાલે રામનાથપરાના વ્હોરાના પુલ નજીક એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ તણાઈને આવ્યો હતો.જે વૃદ્ધ વિનોદનગરના હોવાનું જાણવા મળ્યું હતું.કોઠારીયા રોડ પર હુડકો નજીક વિનોદનગરમાં રહેતા અને 80 ફૂટ રોડ પર ફિલ્ડ માર્શલ કંપનીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા કિશોરસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા નામનાં 60 વર્ષના વૃધ્ધ સાયકલ પર કામે જઈ રહ્યા હતાં. ત્યારે નંદાયેલ પાસે ભારે વરસાદના પગલે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતાં.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ,રામનાથપરા સ્મશાન પાછળ આજીનદીમાં બાવળની ઝાડીમાં અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ ફસાયેલી હાલતમાં હોવાની કોઈ જાગૃત નાગરીકે જાણ કરતા થોરાળા પોલીસના પી.એસ.આઈ એચ.બી.વડાવીયા સહિતના સ્ટાફ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.ફાયરબ્રિગેડના સ્ટાફે મૃતદેહને બહાર કાઢી સોપતા પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી.

ત્યારે થોરાડા પોલીસે તપાસ કરતા વિનોદનગરમાં રહેતાં કિશોરસિંહ રોજના નિત્યક્રમ મુજબ ટિફિન લઈ કામે જવા નિકળ્યા બાદ તે કંપનીએ ન પહોંચતા કંપનીના સ્ટાફ દ્વારા તેના પરિવરાજનોને જાણ કરાઈ હતી.

આથી તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.પરંતુ કોઈ પત્તો નહીં લાગતા ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.બીજી બાજુ કિશોરસિંહની સાયકલ નંદાહોલ પાસે વિવેકાનંદના હોકરા પાસેથી મળી આવતા પોલીસે તેના આધારે કિશોરસિંહના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મળેલો અજાણ્યો વૃધ્ધનો મૃતદેહ કિશોરસિંહનો હોવાનું ઓળખી બતાવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે,કિશોરસિંહ કામે જઈ રહ્યા હતા ત્યારે નંદાહોલ નજીક નાલા પાસે પહોંચતા પાણીના પ્રવાહમાં તણાયા હતાં અને બાદમાં રામનાથપરા સ્મશાન પાછળના પુલ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

કિશોરસિંહને સંતાનમાં ત્રણ દીકરી છે.તેઓ બે ભાઈમાં મોટા હતા.તેમના નાના ભાઈનુ બે વર્ષ પહેલાં અવસાન થયું હતું.વૃદ્ધના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!