Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટમાં 15મી રથયાત્રા: ‘જય રણછોડ, માખણચોર’ ના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા, યુવાનોના બન્ને હાથમાં તલાવરના કરતબ આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં 15મી રથયાત્રા: ‘જય રણછોડ, માખણચોર’ ના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા, યુવાનોના બન્ને હાથમાં તલાવરના કરતબ આકર્ષણનું કેન્દ્ર

જગન્નાથ પૂરીમાં આવેલા ભગવાનના નિજધામ સુધી દરેક ભક્તજનો પહોંચી શકતા નથી આથી દરેક શહેરમાં ભગવાન જગન્નાથના મંદિર આવેલા છે. આજે અષાઢી બીજે દરેક શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ભાવિકોને સામેથી દર્શન આપે છે. ત્યારે રાજકોટમાં નાનામવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમા બિરાજતા ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને રથમાં બેસાડી શણગારવામાં આવેલા રથોમાં રથયાત્રા નીકળી છે. ‘જય રણછોડ, માખણ ચોર’ સાથે મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં યુવાનોના બન્ને હાથમાં તલાવરના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 કિમી રૂટમાં રથયાત્રા
રાજકોટ શહેરમાં આજે 15મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જેમાં નાના-મોટા સૌ કોઈ અનેરી શ્રદ્ધા સાથે આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની યાત્રામાં સાધુ-સંતોની સાથે શહેરીજનો પણ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન સાધુ-સંતોએ ભગવાન જગન્નાથના સાંનિધ્યમાં લીન થઇને અવનવા કરતબો રજૂ કર્યા હતા અને રથયાત્રાનું ઠેર ઠેર અદભૂત રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 22 કિલોમીટરની આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી રહી છે અને સાંજે આ રથયાત્રા નિજ મંદિરે પહોંચશે અને અહીં ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતારવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ એલર્ટ બની બંદોબસ્તમાં તૈનાત જોવા મળી રહી છે. રથયાત્રામાં 1400 પોલીસ જવાનો ખડેપગે છે તો 60 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાં આવી રહ્યો છે. રથયાત્રામાં ADDG કક્ષાના 2 અધિકારી, DCP કક્ષાના 3 અધિકારી, ACP કક્ષાના 5 અધિકારી, PI કક્ષાના 16 અધિકારી, PSI કક્ષાના 51 અધિકારી, મહિલા PSI કક્ષાના 10 અધિકારી, SRPના 40 જવાનો, ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિતના કુલ 1400 જેટલા પોલીસ કર્મીઓ તેમજ જવાનો જોડાયા છે.

રથયાત્રામાં કોમી એકતાના દર્શન
રથાયત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજકીય નેતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે રથયાત્રામાં કોમી એકતાના દર્શન પણ જોવા મળ્યા હતા. મુસ્લીમ બિરાદરો દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મુસ્લિમ બિરાદરે જણાવ્યું હતું કે, દરેક તહેવાર હિન્દુ-મુસ્લીમ લોકો સાથે મળીને ઉજવીએ છીએ.

જગન્નાથજી રથયાત્રાનો રૂટ
કૈલાસધામ આશ્રમ નાનામોવાથી સવારે 8-30 કલાકે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો. ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજિક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા છે. નાના મોવાથી મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલ-દા-ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર (જે.કે. ચોક), આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયરબ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાનામોવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થશે, ત્યારબાદ મહાઆરતી થશે.

રાજકોટમાં 15મી રથયાત્રા: ‘જય રણછોડ, માખણચોર’ ના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા, યુવાનોના બન્ને હાથમાં તલાવરના કરતબ આકર્ષણનું કેન્દ્ર

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!