Dark Mode
Monday, 23 December 2024
Logo banner

રાજકોટ મ્યુનિ.ની નાણાકીય કટોકટી જેવી સ્થિતિ છતાં અંડરબ્રિજમાં અધધ 12 લાખ રૂપિયા ચિત્રો દોરાવા પાછળ ખર્ચ્યા

રાજકોટ મ્યુનિ.ની નાણાકીય કટોકટી જેવી સ્થિતિ છતાં અંડરબ્રિજમાં અધધ 12 લાખ રૂપિયા ચિત્રો દોરાવા પાછળ ખર્ચ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નક્કી કર્યા બાદ રાજકોટના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે અલગ અલગ ખ્યાતનામ મહિલાઓના ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ કામ પૂર્ણ થતા ફરી એક વખત ખર્ચને લઇ મનપામાં વિવાદ સામે આવ્યો છે. આ માટે અંદાજે 12 લાખ જેટલો ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે. જેની સામે અત્યાર સુધી ચિત્રનગરી દ્વારા માત્ર કલરના ખર્ચ ઉપર કલાકારો દ્વારા નિઃશૂલ્ક ચિત્રો દોરી આપવામાં આવતા હતા. પરંતુ આ વખતે મનપાએ બહારથી કલાકારોને બોલાવી ચિત્રો દોરાવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ચિત્રો દોરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં અંદાજિત 12 લાખના ચિત્રો દોરવામાં આવ્યા છે. રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખાતે અંદાજિત 45 હજાર સ્ક્વેર ફૂટમાં ચિત્રો છે. જેનો ખર્ચ અંદાજિત 12 લાખ જેવો થાય છે. જેમાં લતા મંગેશકર, રાણી લક્ષ્મીબાઇ, કલ્પના ચાવલા સહિતના અલગ અલગ ખ્યાતનામ મહિલાઓના ચિત્રો દોરવામાં આવ્યા છે.

લોકોના ટેક્સના રૂપિયાનો વ્યય કરતી કોર્પોરેશન
અગાઉ રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચિત્રનગરી દ્વારા અંદાજે 15000 ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેમાં માત્ર કલરનો ખર્ચ મનપા આપતી હતી અને કલાકારો નિઃશુલ્ક સેવા આપી ચિત્રો દોરી આપતા હતા. પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકા લોકોના ટેક્સના રૂપિયાનો વ્યય કરી લાખો રૂપિયાનો ખર્ચ ચિત્રો પાછળ વેડફી રહી છે.

સ્ટેડિંગની બેઠકમાં આ બિલ પાસ થશે કે નહીં તે જોવું રહ્યું
ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપામાં વર્ષ 2001 પછી પ્રથમ વખત આ વર્ષે નાણાકીય કટોકટી જેવી સ્થિતિ જોવા મળી છે. આજથી 3 માસ પૂર્વે મનપા દ્વારા અલગ અલગ બેંકો પાસે અંદાજે 100 કરોડથી વધુ કિંમતની લોન માટે ઓફર મગાવવામાં આવી હતી. ત્યારે નાણાકીય કટોકટી વચ્ચે આવા લાખોના ખર્ચ કરવાથી મનપાનો વધુ એક ખર્ચ ચર્ચામાં આવ્યો છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બિલ કેટલી કિંમતનું મૂકી કેટલું પાસ કરવામાં આવશે તે જોવું રહ્યું.

રાજકોટ મ્યુનિ.ની નાણાકીય કટોકટી જેવી સ્થિતિ છતાં અંડરબ્રિજમાં અધધ 12 લાખ રૂપિયા ચિત્રો દોરાવા પાછળ ખર્ચ્યા

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!