Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મહાનગરપાલિકા અને રૂડા નિર્મિત 1808 આવાસોનું વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ

મહાનગરપાલિકા અને રૂડા નિર્મિત 1808 આવાસોનું વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ

મનપા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 167 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ કેટેગરીના 1808 આવાસોનું લોકાર્પણ, 1042 આવાસોના નંબર ફાળવણી ડ્રો

રાજકોટ: ‘ગુજરાત ગૌરવ અભિયાન’ અંતર્ગત આજે વડોદરા ખાતે 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેના ઉપલક્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 167 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ કેટેગરીના 1808 આવાસોનું લોકાર્પણ, 1042 આવાસોના નંબર ફાળવણી ડ્રો, બી.એલ.સી.હેઠળ રૂપિયા 17.04 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 487 આવાસોના ગૃહ પ્રવેશ, એ.એચ.પી હેઠળ રૂપિયા 166.83 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1982 આવાસોનું લોકાર્પણ અને બી.એલ.સી.હેઠળ રૂપિયા 33.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 970 આવાસોનો ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને આવાસની ચાવી અને કળશ આપવામાં આવ્યા હતા. તેમજ આવાસોની ડ્રો ફાળવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વની હેઠળની રાજ્ય સરકારે પંડિત દિન દયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાની વિચારધારા ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. માત્ર ચર્ચાઓ અને વાયદાઓ નહીં પરંતુ નક્કર કામ કરીને બતાવ્યું છે. તેમ વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યુ હતું.લોકોને સલ્મ વિસ્તાર નહીં પરંતુ ક્રીમ વિસ્તારમાં સુવિધાયુક્ત આવાસો આપવાના આયોજન અંગેની વાત કરતાં મેયર પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, ઘરએ દરેક વ્યક્તિના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે દરેક મધ્યમવર્ગીય પરિવારોની આ પ્રાથમિક જરૂરિયાત પુરી થાય એ માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. મહાનગર પાલિકા માત્ર આવાસ બનાવીને સંતોષ નથી માન્યો પરંતુ ખાનગી આવાસોમાં જે સુવિધાઓ હોય તેવી જ સુવિધાઓ અમે આવાસોમાં આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રામભાઈ મોકરીયા, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી મ્યુ.કમિશનર એ.કે. સિંઘ અને ચેતન નંદાણી, વિવિધ સમિતિના ચેરમેનોે, કોર્પોરેટરો સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!