એક મહિનો દર શનિ-રવિ અમદાવાદ-સોમનાથ, જામનગર-વડોદરા ઇન્ટરસીટી એકસપ્રેસ ટ્રેન રદ
ઓપરેશનલ કારણોસર રાજકોટમાંથી પસાર થતી 4 ટ્રેનો કેન્સલ રહેશે
રાજકોટ: રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે એકશનમાં ડબલ ટ્રેક અને ઇલેકટ્રીક બ્યુટીફીકેશન કામગીરીના પગલે બ્લોકના કારણે રાજકોટમાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ સાથે ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ઓપરેશનલ કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો એક મહિના સુધી દર શનિ-રવિવારે રદ રહેશે. પશ્ચીમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ઓપરેશનલ કારણોસર એક મહિના સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.
શ્રી અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર (1) ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 18.06.2022 થી 17.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) (2) ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 19.06.2022 થી 18.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) (3) ટ્રેન નંબર 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 18.06.2022 થી 18.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) (4) ટ્રેન નંબર 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 19.06.2022 થી 19.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) રદ રહેશે જેની તમામ મુસાફરોએ નોંધ લેવી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
