રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ તોડી પડાયા, 10 કરોડની 7 હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આજે શહેરના યુનિવર્સિટી રોડ પર સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ પર બૂલડોઝર ફરી વળ્યું હતું. આ જગ્યા પર દબાણ કરી રેસ્ટોરન્ટનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કોમર્શિયલ બાંધકામોનું ડિમોલિશન કરીને 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા થાય છે.
સરકારી ખરાબાની જમીન પર દબાણ કરાયું હતું
આજે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર સવાણી કિડની હોસ્પિટલ નજીક સરવે નં. 318ના પ્લોટ નં. 86 અને 87ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ખાણી-પીણીના 10 જેટલા રેસ્ટોરન્ટોનું બાંધકામનું તોડી પાડવામાં આવ્યું હતું. અંદાજિત રૂ.10 કરોડની કિંમતની 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
હવે દબાણ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે
આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પશ્ચિમ મામલતદાર જાનકી પટેલે જણાવ્યું હતું કે, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આમ છતાં પણ જો કોઈ દબાણકર્તા ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિશ કરશે તો તેમના વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!