રાજકોટમાં આઠ લાખ લોકોએ વેક્સિનના બુસ્ટરડોઝ લીધા નથી: મનપા કાલથી મફતમાં આપશે
વડાપ્રધાન મોદીએ કરેલી જાહેરાત બાદ મનપા તંત્ર દ્વારા પણ આયોજન ઘડાયું: આજ સુધીમાં 13,969 લોકોએ જ સ્વખર્ચે બુસ્ટર ડોઝ લીધો છે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત18 વર્ષથી વધુ વય ધરાવતા દેશના નાગરિકોને કોરોના સામેની રસીનો ત્રીજો બુસ્ટર ડોઝ વિનામૂલ્યે આપવા ટ્વિટર દ્વારા કરેલી જાહેરાતના પગલે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ આવતીકાલથી 75 દિવસ એટલે કે અઢી મહિના સુધી મફતમાં બુસ્ટરડોઝ આપવા માટે આયોજન ઘડ્યું છે. અત્યાર સુધી બુસ્ટરડોઝ ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે લેવાનો હોવાથી તેનો પ્રતિસાદ મળ્યો નહોતો. હવે આવતીકાલ તા. 15 જૂલાઇથી 75 દિવસ સુધી મફતમાં બુસ્ટરડોઝ અપાશે. રાજકોટમાં હજી આઠલાખ બે હજાર લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો નથી. માત્ર 13969 લોકોએ જ સ્વખર્ચે ખાનગી હોસ્પિટલોમાં બુસ્ટર ડોઝ લીધા છે.
કેન્દ્ર સરકાર દ્વારા 18થી 59 વર્ષના લોકોને કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ માટે લાંબા સમયથી જાહેરાત કરાઇ હતી. સૌ પ્રથમ તો બીજો ડોઝ લીધો હોય તેના 90 દિવસ પછી બુસ્ટર ડોઝ લેવાનો નિયમ રખાયો હતો. આ પછી તેમાં ફેરફાર કરીને છ મહિના કરાયા હતા. આમછતાં પણ તેને પ્રતિસાદ મળ્યો નહોતો. આ પછી હવે વડાપ્રધાન મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આવતીકાલથી 75 દિવસ એટલે કે અઢી મહિના સુધી 18થી 59 વર્ષના લોકોને પણ, મફતમાં બુસ્ટરડોઝ આપવાની જાહેરાત ટ્વિટર દ્વારા કરી હતી. ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલોમાં બુસ્ટર ડોઝ લેવા માટે રૂ. 380ની ફી લેવામા આવતી હતી. જ્યારે 59 વર્ષથી વધુ વયના બુઝુર્ગોને સરકારી હોસ્પિટલમાં મફતમાં બુસ્ટર ડોઝ અપાતા હતા.
વડાપ્રધાન મોદીની 75 દિવસ માટે મફતમાં બુસ્ટર ડોઝ આપવાની જાહેરાતના પગલે મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી મહાનગરપાલિકા હસ્તકના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે આવતીકાલથી બુસ્ટર (પ્રિકોશન ડોઝ) આપવાની શરૂઆત કરાશે. આ પછી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. મહાનગરપાલિકા પાસે હાલમાં કો વેક્સિનના 500 ડોઝ છે જ્યારે કોવીશિલ્ડના છ હજાર ડોઝ છે. આજ સાંજ સુધીમાં વધારાના ડોઝ આવી જશે તેમ ડે. કમિશનર આશિષકુમારે વાતચિતમાં કહ્યું હતું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!