રાજકોટ જિલ્લામાં 21 જૂને રાજકુમાર કોલેજ ખાતે યોગ દિવસની ઉજવણી થશે, કલેકટરે વ્યવસ્થાની સમીક્ષા કરી
યોગ દિવસની ઉજવણીમાં વધુને વધુ લોકોને સહભાગી થવા કલેકટરની અપીલ
રાજકોટ જિલ્લામાં આગામી 21 જૂનના રોજ આંતરરાષટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. જેને પગલે કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
આ મિટિંગમાં કલેટરે વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધીઓ પાસેથી આયોજન અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. યોગ માટેની મેટ્સ, પાણી, વીજળી, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, પાર્કિંગ તેમજ અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
લોકોને સહભાગી થવા અપીલ કરી
રાજકોટ શહેર નો મુખ્ય કાર્યક્રમ રેસ્કોર્સ મેદાન ખાતે તેમજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજકુમાર કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈરિછક સંસ્થાઓ, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ વગેરેના લોકો વધુમાં વધુ જોડાય તેવો કલેક્ટરે અનુરોધ કર્યો હતો.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!