Dark Mode
Monday, 01 December 2025
Logo banner

રાજકોટવાસીમાં મળ્યું દુર્લભ ‘EMM નેગેટિવ’ બ્લડ ગ્રુપ: ભારતનો પ્રથમ, વિશ્વનો દસમો કેસ

રાજકોટવાસીમાં મળ્યું દુર્લભ ‘EMM નેગેટિવ’ બ્લડ ગ્રુપ: ભારતનો પ્રથમ, વિશ્વનો દસમો કેસ

રાજકોટના 65 વર્ષીય વ્યક્તિને 2020માં કાર્ડિયાક સર્જરી માટે બ્લડની જરૂર હોય લોહીનો પ્રકાર ઓળખવા અમદાવાદ, સુરત બાદ અમેરિકા સેમ્પલ મોકલતા સામે આવ્યું : પરિવાર અને સગા સંબંધીઓનું લોહી પણ મેચ નહોતું થતું, તેમના ભાઈનું લોહી પણ આ પ્રકારનું છે પરંતુ સમાન નહીં: ‘ગોલ્ડન બ્લડ’ તરીકે ખોળખાતા ઈએમએમ નેગેટીવને વિશ્વનું 42મું બ્લડ ગ્રુપ માનવામાં આવે છે : આવા લોકો ન બ્લડ આપી શકે કે ન લઇ શકે

રાજકોટના 65 વર્ષીય શખ્સના લોહીનો દુર્લભ પ્રકાર મળી આવ્યો જે દેશમાં પહેલો અને દુનિયામાં 10મો કિસ્સો છે. રાજકોટના 65 વર્ષીય વ્યક્તિને 2020માં કાર્ડિયાક સર્જરી કરાવવાની હતી ત્યારે તેમનું મેચિંગ બ્લડ ગ્રુપ ના મળતાં ખૂબ આશ્ચર્ય થયું હતું. તેમને અત્યાર સુધી એવું હતું કે તેમનું બ્લડગ્રુપ એબી પોઝિટિવ છે જે સર્વગ્રાહી છે પરંતુ એવું નહોતું. અમદાવાદ અને સુરતની લેબમાં તેમના સેમ્પલ મોકલ્યા પરંતુ લોહીનો પ્રકાર ઓળખવો મુશ્કેલ જણાતાં લોહીના સેમ્પલને વધુ તપાસ માટે અમેરિકા મોકલાયા હતા. આટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આખરે જાણવા મળ્યું કે, તેમનું બ્લડ ગ્રુપ ઈએમએમ નેગેટિવ છે. વિશ્ર્વભરમાં આ બ્લડગ્રુપ ધરાવતા માત્ર 9 લોકો છે અને રાજકોટના આ વ્યક્તિ 10મા છે.

વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકારના અલગ અલગ બ્લડ સિસ્ટમ હાજર હોય છે. પરંતુ સામાન્ય રીતે ચાર બ્લડ ગ્રૂપ જ ગણવામાં આવે છે. રાજકોટના શખ્સમાં જે ઈએમએમ નેગેટીવ મળ્યુ છે, તે દુનિયાનું 42મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે. એક્સપર્ટસની માનીએ તો, આ બ્લડ ગ્રૂપ એ લોકોમાં જોવા મળે છે, જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્સી એન્ટીજનની અછત મળી આવે છે. ઈએમએમ બ્લડ ગ્રૂપવાળા શખ્સ ન તો કોઈને રક્ત દાન કરી શકે છે, ન તો કોઈનુ રક્ત લઈ શકે છે. એન્ટી ઈએમએમ, અ રેર સ્પેસિફિસિટી ટુ ધ હાઈ ઈન્સિડેન્સ એન્ટીજન ઈએમએમ ઈન એન ઈન્ડિયન પેશન્ટ ડિફાઈનિંગ ધ ન્યૂ બ્લડ ગ્રુપ સિસ્ટમ ઈએમએમ નામનું રિસર્ચ પેપર એશિયન જર્નલ ઓફ ટ્રાન્સફ્યુશન સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિપલ શાહ, સ્નેહલ સંજલિયા અને સન્મુખ જોષી સહિતના રિસર્ચરોએ મળીને આ પેપર સબમિટ કર્યું છે. અમદાવાદમાં આવેલી પ્રથમા બ્લડ બેંકના ડાયરેક્ટર ડો. રિપલ શાહે કહ્યું, જ્યારે રાજકોટની બ્લડ બેંકમાં મેચિંગ બ્લડ ગ્રુપ ના મળ્યું ત્યારે દર્દીને અમદાવાદ લાવવામાં આવ્યા પરંતુ અહીં પણ તેવું જ થયું. હાર્ટ અટેક બાદ બાયપાસ સર્જરી માટે લોહીની જરૂર હતી. તેમના લોહીમાં રહેલું એન્ટીબોડી સલાઈન અને એન્ટી ગ્લોબ્યુલીન ફેઝમાં રિએક્ટ કરતું હતું. તેમના બાળકોનું લોહી પણ તેમની સાથે મેચ નહોતું થતું તેમ ડો. શાહે ઉમેર્યું. બાદમાં આ શખ્સના બ્લડ સેમ્પલ વધુ એનાલિસિસ માટે સુરત મોકલવામાં આવ્યા હતા અને બાદમાં તપાસ માટે યુએસ મોકલાયા હતા. પરિણામમાં સામે આવ્યું કે, તેમના લોહીમાં ઈએમએમની ઉણપ છે. ઈએમએમ લગભગ બધા જ લોકોના લાલ રક્તકણોમાં હોય છે. પરંતુ તેની ગેરહાજરીના કારણે તેમનું લોહી એકપણ સેમ્પલ સાથે મેચ ના થયું. દર્દીમાં અગાઉ લોહીનું ટ્રાન્સફ્યુશન ના થયું હોવાથી કુદરતી રીતે જ તેમનું લોહી આ પ્રકારનું છે. આ રક્તને ગોલ્ડન બ્લડ પણ કહેવાય છે. તેમના સગાસંબંધીઓમાંથી માત્ર તેમના ભાઈનું લોહી તેમના જેવું છે પરંતુ સમાન બ્લડ ટાઈપ તો નથી જ. ઈમર્જન્સીમાં તેમના ભાઈ લોહી આપી શક્યા હોત પરંતુ દર્દીને બીજા હેલ્થ કોમ્પ્લિકેશન થઈ ગયા તેમ ડો. શાહે ઉમેર્યું. રિસર્ચ પેપરમાં લખવામાં આવ્યું છે કે, ઈએમએમને નવી બ્લડ ગ્રુપ સિસ્ટમ તરીકે ઓળખ આપવામાં આ કેસ મહત્વનો સાબિત થયો. ગોલ્ડન બ્લડ પહેલીવાર 1961 માં તપાસમાં સામે આવ્યુ હતું. એક ઓસ્ટ્રેલિયન મહિલાના ગર્ભવતી દરમિયાન તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યુ હતું.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!