અમારે પણ 200 કરોડની લોન લેવી પડી છે, પાણી માટે પૈસા નથી: મનપાએ સરકારને સંભળાવી દીધું
સૌની યોજનાનું પાણી આપતાં પહેલા સરકારે મનપા પાસે ફરીથી ઉઘરાણી કરી નાક દબાવ્યું: રૂપાણીએ સત્તા છોડ્યા બાદ રાજ્યના વિવિધ વિભાગો રાજકોટનો દાવ લે છે...!
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાએ જૂલાઇ માસમાં ઉભી થનારી પાણીની સંભવીત કટોકટીને ધ્યાને રાખીને આગોતરા આયોજનરૂપે રાજ્ય સરકાર પાસે ફરીથી 180 એમસીએફટી પાણી માંગ્યું છે. ત્યારે ફરીથી પાણીના લેણી રકમ આપવા બાબતે સરકારે મનપાનું નાક દબાવવાનો પ્રયાસ કરતાં મનપાએ પાણીબીલની બાકી રકમ આપવામાં હાથ ઉંચા કરી દીધા છે. અને એવું સ્પષ્ટ સુણાવી દીધું છે કે, અમારે’ય વહિવટ ચલાવવા 200 કરોડની લોન લેવી પડી છે તમને પાણીની રકમ કેમ આપીએે ?
રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સત્તા છોડ્યા બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગો રાજકોટનો દાવ લઇ રહ્યા છે. અગાઉ પણ રાજકોટે પાણી માંગ્યુ ત્યારે રાજ્ય સરકારે ક્વેરી કાઢી હતી. અને બાકી બીલ માંગ્યું હતું. આ પછી રાજકોટના ધારાસભ્ય અનેે રાજ્યના પ્રધાન અરવિંદભાઇ રૈયાણીની મધ્યસ્થીથી રાજકોટને નર્મદાના નીર મળ્યા હતા. આ વાત સૌ કોઇ જાણે છે. આ પછી ફરી હવે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરાએ રાજકોટ માટે 180 એમસીએફટી નર્મદાનીર માંગ્યા છે ત્યારે,સરકારે ફરીથી મહાનગરપાલિકાનું નાક દબાવવા માટે બાકી રકમની ઉઘરાણી કરી છે. પણ, આ વખતે તો મહાનગરપાલિકાએ સરકારને મોઢેમોઢ સંભળાવી દીધું છે કે, અમારે’ય વહિવટ ચલાવવા 200 કરોડની લોન લેવી પડી છે. એમાં તમારૂં બીલ ક્યાંથી આપીએ. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની સૌની યોજના અને નર્મદા પાઇપલાઇન મારફત મળતાં પાણીના રૂ. 960 કરોડ બાકી છે. જો મનપા આ રકમમાંથી 50 ટકા પણ ચુકવે તો બીજા મહત્વના પ્રોજેક્ટ અટકી જાય તેમ છે. લાંબા સમયથી પાણીના બાકી બીલ મુદ્દે ચાલતા વિવાદનો કોયડો એવો ગુંચવાયો છે કે, ન તો રાજ્ય સરકાર દ્વારા તેનો હલ શોધી શકે છે કે ન તો મહાનગરપાલિકા કોઇ વચલો માર્ગ સુચવે છે. અને દરવખતે જ્યારે મહાનગરપાલિકા પાણી માંગે ત્યારે બાકી બીલની ઉઘરાણી કરીને સરકાર મનપાનું નાક દબાવે છે.
મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે તિજોરી ખાલી થઇ ગઇ છે. આ કારણે વહિવટ ચલાવવા મહાનગરપાલિકાએ રૂ. 200 કરોડની લોન લેવા અલગ અલગ બેંકો સાથે વાટાઘાટ કરી હતી. મનપા આ લોનને ડ્રાફ્ટ ગણાવે છે. અને કહે છે કે જ્યારે જરૂર પડે ત્યારે આ 200 કરોડમાંથી હપ્તારૂપે રકમ ઉપાડવામાં આવે છે. અને આ રકમ મુજબ નિયત કરાયેલું વ્યાજ ચુકવવામાં આવે છે. બીજી બાજું રાજ્ય સરકાર એવું કહે છે કે તમે ટેક્સ ઉઘરાવો છો એની આવકમાંથી હપ્તારૂપે કટકે કટકે બીલ ચુકવો. પણ મનપાએ એવો જવાબ આપ્યો છે કે, વેરો પણ પુરો મળતો નથી અને જે મળે છે તેમાંથી પગાર સહિતનો મહેસુલી ખર્ચ કરવામાં આવે છે.
રૂ. 600 કરોડ ઉપરાંતના બ્રીજ, આવાસ યોજના સહિતના કામોએ તિજોરી ખાલી કરી
મહાનગરપાલિકાની આર્થિક હાલત એકદમ કફોડી છે. એમાં રાજ્ય સરકાર આ ગરીબ મહાનગરપાલિકા પાસે અવાર નવાર પાણીના બાકી બીલની ઉઘરાણી કરે છે. મહાનગરપાલિકાએ કોઇ આયોજન ર્ક્યા વગર જ આવાસ યોજનાઓ, બ્રીજની કામગીરી સહિતના મોટા પ્રોજેક્ટમાં રૂ. 600 કરોડની ફાળવણી કરી દીધી છે. અલબત કેટલાંક કામોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો આર્થિક સહયોગ મળે જ છે. તો પણ મહાનગરપાલિકાએ 50 ટકા રકમ તો આપવી જ પડે છે. અને આ 50 ટકા રકમ 600 કરોડ ઉપરાંતની છે. બીજી તરફ આવકના સ્ત્રોત એવા મિલકતવેરો, એફએસઆઇ અને મનપા હસ્તકના પ્લોટના વેંચાણ કરીને આવક મેળવવા માટેના પ્રયાસો સો ટકા સફળ થતાં નથી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
