Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

પ્રતિબંધ છતાં રશિયાએ 100 દિવસમાં 100 બીલીયન ડોલરની ક્રુડતેલ નિકાસ કરી

પ્રતિબંધ છતાં રશિયાએ 100 દિવસમાં 100 બીલીયન ડોલરની ક્રુડતેલ નિકાસ કરી

યુરોપીયન દેશો જ મુખ્ય આયાતકાર: ચીન અને ભારતે પણ રશિયાને ઉગારી લીધું

યુક્રેન કટોકટીને કારણે રશિયાના ક્રુડ ઓઈલ પર પશ્ર્ચિમી દેશોએ લાદેલા પ્રતિબંધ છતાં પણ રશિયાને તેના ક્રુડતેલ વ્યાપારને ભાગ્યે જ કોઈ અસર થઈ છે અને છેલ્લા 100 દિવસમાં રશિયાએ ક્રુડતેલની નિકાસ કરીને 100 બીલીયન ડોલરની કમાણી કરી લીધી છે. યુક્રેન યુદ્ધને પણ લગભગ 100 દિવસથી વધુ સમય થયો છે અને રશિયાએ અત્યાર સુધીમાં યુરોપીયન યુનીયનોને જ 98 બીલીયન ડોલરનું ક્રુડતેલ તથા ગેસ પુરા પાડયા છે.

સેન્ટર ફોર રીસર્ચ ઓન એનર્જી એન્ડ કલીન એર દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે. યુરોપીયન યુનીયનો રશિયાના ક્રુડતેલ પર અને ગેસ પર મોટો આધાર રાખે છે અને આ દેશોએ વર્ષના અંત સુધીમાં રશિયાના ક્રુડ તથા ગેસ પરનો આધાર લગભગ ઘટાડી દેવા નિર્ણય લીધો છે પરંતુ પ્રથમ 100 દિવસમાં જ રશિયાનું 61 ટકા ફયુલ યુરોપીયન દેશોમાં નિકાસ થયું છે જેમાં જર્મની, ઈટલી સૌથી પ્રથમ છે. ભારતે પણ રશિયા પાસેથી મોટાપાયે ક્રુડતેલની ખરીદી કરી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!