Dark Mode
Wednesday, 16 July 2025
Logo banner

આવતીકાલે રાજકોટમાં ભારત અને દ.આફ્રિકા વચ્ચે જબરદસ્ત મુકાબલો: ભારત વિજય માટે કટીબધ્ધ: દ.આફ્રિકા વળતો પ્રહાર કરવા ઇચ્છુક

આવતીકાલે રાજકોટમાં ભારત અને દ.આફ્રિકા વચ્ચે જબરદસ્ત મુકાબલો: ભારત વિજય માટે કટીબધ્ધ: દ.આફ્રિકા વળતો પ્રહાર કરવા ઇચ્છુક

ભારત અને દ.આફ્રિકા વચ્ચે આવતીકાલે રાજકોટમાં ટી-20 મેચોની શ્રેણી પૈકીની ચોથી મેચ રમાશે. શ્રેણીની દિલ્હી ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં દ.આફ્રિકાએ ભારતને 7 વિકેટે પરાજીત કર્યુ હતું, ત્યારબાદ કટક ખાતેની બીજી ટી-20 મેચમાં પણ ભારતનું નિરાશાજનક પ્રદર્શન થતા ભારતે બીજી ટી-20 પણ 4 વિકેટે ગુમાવી હતી. સતત બબ્બે ટી-20 મેચો ગુમાવ્યા બાદ ભારતે જો શ્રેણી જીવંત રાખવી હોય તો વિશાખાપટ્ટનમ ખાતેની ત્રીજી મેચ કેમેય કરીને જીતવી પડે તેમ હતી અને ભારતે તે મેચમાં દ.આફ્રિકાને 47 રને પરાજીત કરીને ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશનને શાનદાર અર્ધ સદીઓ ફટકારીને પ્રથમ વિકેટની ભાગીદારીમાં નિર્ણાયક 97 રન ઉમેર્યા હતા, ત્યારબાદ ભારત તરફથી હર્ષદ પટેલે 4 અને ચહલે 3 વિકેટો ઝડપીને શાનદાર વિજય મેળવ્યો હતો, શરૂઆતની બંને મેચોમાં બાઉમા, વેન-ડેર-હુસેન કલાસન અને ડેવિડ મિલરના સુંદર પ્રદર્શનથી દ.આફ્રિકા મેચો જીત્યા બાદ ત્રીજી મેચમાં બેટધરો નિષ્ફળ જતા ભારતે વિજય મેળવ્યો હતો

હવે જયારે આવતીકાલે રાજકોટમાં શ્રેણીની ચોથી મેચ રમાશે ત્યારે ભારત મેચ જીતવા તનતોડ મહેનત કરશે. આમેય મેચ જીતીને ભારત પાંચમી મેચને નિર્ણાયક મોડ પર લાવવા કટીબધ્ધ છે. આમેય રાજકોટમાં અત્યાર સુધી કુલ ટી-20 મેચો રમાઇ છે, જેમાં ભારતે બે મેચોમાં વિજય પ્રાપ્ત કર્યો છે ભારતે ન્યુઝીલેન્ડ સામેની કેન વિલીયમસનનાં નેતૃત્વવાળી ટીમ સામે ભારત હાર્યુ છે. 2013માં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતે 6 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો, જયારે 2017માં ન્યુઝીલેન્ડની ટીમ વિરૂધ્ધની મેચ ભારતે 40 રને ગુમાવી હતી, ત્યારબાદ 2019માં રમાયેલી બાંગ્લાદેશ સામેની મેચ પણ ભારતે 8 વિકેટે જીતી હતી.

રાજકોટમાં ધોની અને રોહિતની ટીમોએ વિજય પ્રાપ્ત કર્યા છે, આ વખતે રિષભ પંત માટે વિજયની તક રહેલી છે. ત્યારે હાર્દિક પંડયાના ઉપસુકાની તરીકેનો દેખાવ પણ અહીં મહત્વનો સાબિત થશે. ભારતે આવતીકાલના મેચમાં ખુબ જ સાવધાનીપૂર્વક રમત રમવી પડશે. કારણ કે આ ટીમે શ્રેણીની પ્રથમ દિલ્હી ખાતે રમાયેલ મેચમાં ભારતનાં 211 રનનાં મુશ્કેલ લક્ષ્યાંકને પાર પાડીને ‘રન ચેઇજ’ વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતે ખાસ કરીને સુકાની બાવુમા અને ડેવિડ મિલરથી સાવચેત રહેવું પડશે. ગોલંદાજીમાં ભારતના સ્પીનરો સારો દેખાવ કરી રહ્યા છે. અલબત કટક મેચમાં ભુવનેશ્વરકુમારે 4 વિકેટો ઝડપી હોવા છતાં ભારત પરાજીત થયું હતું.

ભારતે દ.આફ્રિકા સામે અત્યાર સુધી કુલ 18 ટી-20 મેચો રમી છે, તેમાંથી ભારતે 01 અને દ.આફ્રિકાએ 8 મેચોમાં વિજય પ્રાપ્ત કર્યા છે. આવતીકાલની મેચ ભારત માટે ખુબ જ મહત્વની સાબિત થશે.ભારતે હવે શ્રેણી જીતવા બે અને દ.આફ્રિકાએ એક મેચ જીતવી પડે તેમ છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકોટમાં પણ વરસાદી માહોલ વચ્ચે મેચ રમાશે ત્યારે વરસાદ વિઘ્ન બની શકે છે જે આવતીકાલની મેચમાં જોવું રહ્યું..

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!