સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી પરીક્ષા આપતા હશે તે તમે વેબસાઈટ પરથી લાઈવ જોઈ શકશો: સોમવારે ટ્રાયલ સફળ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ગિરિશ ભીમાણીએ જાહેરાત કરી હતી કે તારીખ 5 જુલાઈથી શરૂ થતી પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર જનતા પણ નિહાળી શકશે. આજથી જુદા-જુદા 50 કોર્સની પરીક્ષા લેવાશે. યુનિવર્સિટીના 51 હજાર વિદ્યાર્થીની રેમીડિયલ પરીક્ષા શરૂ થઇ રહી છે તેના પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજ લાઈવ બતાવવા માટે સોમવારે ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યા બાદ હવે આજથી પરીક્ષાના સમય દરમિયાન લોકો જે-તે કોલેજના ફૂટેજ લાઈવ નિહાળી શકશે.
યુનિવર્સિટીની વેબસાઈટ પર જ એક્ઝામ સેક્શનમાં એક્ઝામ લાઈવનો ઓપ્શન અપાશે જેના ઉપર ક્લિક કરવાથી રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી સહિત 5 જિલ્લાના નામ ખૂલશે, જે જિલ્લાની કોલેજના સીસીટીવી ફૂટેજ જોવા હશે તે જિલ્લા ઉપર ક્લિક કરવાથી તે જિલ્લાની તમામ કોલેજોના નામ ખૂલશે, ત્યારબાદ વ્યક્તિને જે કોલેજના સીસીટીવી ફૂટેજ જોવા હશે તે કોલેજના નામ ઉપર ક્લિક કરવાથી તે કોલેજના જેટલા ક્લાસરૂમમાં પરીક્ષા ચાલી રહી હશે તે લાઈવ બતાવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની લેવાયેલી પરીક્ષામાં એક કે બે વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા માટે તારીખ 5 જુલાઈથી 51955 વિદ્યાર્થીની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
જેમાં આ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જેટલો સમય પરીક્ષા ચાલુ હશે તેટલો સમય જ સીસીટીવી ફૂટેજ જોઈ શકાશે. જેમ કે સવારે 10.30થી 1.30 અને બપોરે 3.30થી 6.30 દરમિયાન પરીક્ષા લેવાની હોય તો આ સમય દરમિયાન જ પોર્ટલ ઉપર સીસીટીવી ફૂટેજ લાઈવ નિહાળી શકાશે ત્યારબાદ જોઈ શકાશે નહીં.
5 જુલાઈથી લેવાનારી પરીક્ષાના એક દિવસ અગાઉ જ પરીક્ષા વિભાગ દ્વારા આ સિસ્ટમની ટ્રાયલ લેવાઇ હતી જે સફળ રહી હતી. આ માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. એક કે બે વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને તેઓને પાસ થવા માટે મોકો આપવાના ભાગરૂપે યુનિવર્સિટીએ આ પરીક્ષાનું આયોજન કર્યું છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
