Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં NDRFની 3 ટીમ પહોંચી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં NDRFની 3 ટીમ પહોંચી

જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે એની સામે રક્ષણ માટે NDRF(નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો હરહંમેશ તહેનાત રહે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 3 ટીમને રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાયે જે-તે જિલ્લામાં તેમને મોકલી આપવામાં આવશે. રાજકોટમાં હાલ NDRF અને SDRFનાં 75 જવાનો બચાવ સામગ્રી સાધનો સાથે તહેનાત રાખવામાં આવ્યા છે અને તેમના દ્વારા એક મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમના જવાનો પાણીમાં 100 ફૂટ ઊંડે કોઈ વ્યક્તિ ડૂબી ગઈ હોય તો તેને પણ બચાવી લે તેવી કાબેલિયત ધરાવે છે.

NDRFના જવાનોને 6 મહિના સખત તાલીમ અપાઇ છે
ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે એ સમયે NDRFની ટીમને તહેનાત કરવામાં આવતી હોય છે. NDRFના જવાનોને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમ દરમિયાન કુદરતી આફત સામે કેમ લડવું, ક્યા સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ આપવામાં આવતી હોય છે. NDRFની ટીમ જ્યારે પણ બચાવ કામગીરીમાં જાય ત્યારે તેમની સાથે રાખવામાં આવે છે.

બોટ, રસ્સા, કટર જેવા સાધનો સાથે રાખે છે
રાજકોટ પહોંચેલી NDRFની ટીમ બોટ, રસ્સા, કટર અને કોમ્યુનિકેશન માટેનાં ઉપકરણો પણ સાથે લાવી છે. જેના થકી ભારે વરસાદના પગલે લોકો સાથે સંપર્ક કરી જરૂર જણાયે સલામત સ્થળ પર તેમને ખસેડવા કામગીરી હાથ ધરશે. આ ઉપરાંત પવનના કારણે રસ્તા પર મોટા મોટા વૃક્ષ પડ્યાં હશે તો તેને કાપીને રસ્તો ખુલ્લો કરવા કામગીરી કરવામાં આવશે. ભારે વરસાદમાં પાણી ભરાય એવા વિસ્તારોમાં રેસ્ક્યૂ કરી લોકોને બચાવી લેવા પૂરી મહેનત કરવામાં આવશે.

આફત સમયે તમામ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એ માટે ખાસ 6 માસ સુધી જવાનોને સખત તાલીમ આપવામાં આવતી હોય છે. NDRFની એક ટીમમાં ઇન્સ્પેક્ટર સાથે કુલ 22 જવાનોની ટીમ તહેનાત રહેતી હોય છે. જે રાજકોટ પણ પહોંચી ગઇ છે અને નજીકમાં આવેલ તળાવ ખાતે મોકડ્રીલ પણ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં NDRFની 3 ટીમ પહોંચી

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!