Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

300થી વધુ વેરો નહીં ભરનારા આસામીઓની મિલકતોની મનપા હરાજી કરશે

300થી વધુ વેરો નહીં ભરનારા આસામીઓની મિલકતોની મનપા હરાજી કરશે

300થી વધુ આસામીઓએ લાંબા સમયથી વેરો ભરપાઇ ર્ક્યો નથી: મનપાએ ફાઇલ તૈયાર કરી હવે ટુંક સમયમાં થશે હરાજી

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલકતવેરો નહીં ભરનારા આસામીઓની મિલકતોની હરાજી કરવામાં આવશે. આ માટેની ફાઇલ તૈયાર કરી નાખવામાં આવી છે. અને હવે કમિશનર અમીત અરોરા પાસે મંજૂરી માટે મુકવામાં આવશે. કમિશનર દ્વારા મંજૂરી મળ્યા બાદ અલગ અલગ તબક્કે દસ દસ મિલકતોની જાહેર હરાજી કરાશે. મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી જે આસામીઓએ મિલકતવેરો ભરપાઇ ર્ક્યો નથી તેવા આસામીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. કમિશનર અમીત અરોરાના આદેશના પગલે આવી 300થી વધુ મિલકતો અલગ તારવવામાં આવી છે. પ્રથમ તબક્કે જેઓનો રૂ. 1 લાખથી વધુ રકમનો વેરો બાકી છે અને જેઓને આખરી નોટિસ અપાયા બાદ પણ વેરો ભરપાઇ નથી ર્ક્યો તેવા આસામીઓની યાદી તૈયાર કરીને ફાઇલ તૈયાર કરવામાં આવી છે. આ ફાઇલ કમિશનરની મંજૂરી માટે મુકવામાં આવશે. ત્યારબાદ પહેલા તબક્કે દસ આસામીઓની મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે.

આ પછી તબક્કાવાર અન્ય મિલકતોની યાદી જાહેર કરીને હરાજીની તારીખ નિયત કરાશે. અને હરાજી કરવામાં આવશે. દરમિયાન વેરા વસુલાત શાખાના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં લગભગ 300 જેટલાં આસામીઓ એવા છે જેઓએ લાંબા સમયથી વેરો ભરપાઇ ર્ક્યો નથી. આવા આસામીઓને અવારનવાર નોટિસો પણ આપવામાં આવી છે. આમછતાં તેની દાદ મળતી નથી. ત્યારે હવે અંતિમ પગલાંરૂપે આવા આસામીઓની મિલકતની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે.

સુચિતમાં આવેલી મિલકતો મનપા માટે ગળાનું હાડકું બની
આ 300 મિલકતોમાં અનેક મિલકતો સુચિત સોસાયટીઓમાં આવેલી છે. હવે, પરિસ્થિતિ એ છે કે, મનપા આવા આસામીઓ પાસેથી સમજાવટથી જ વેરો ઉઘરાવી શકે તેમ છે કે પછી બાકી વેરાના હપ્તા કરી દેવા પડે તેમ છે. આનું કારણ એ છે કે, જો સુચિત સોસાયટીમાં આવેલી મિલકતોની હરાજી થાય તો મહાનગરપાલિકાને દોઢ બેલાખના વેરા માટે 25-50 લાખની કે પછી કરોડોની જમીન સસ્તા ભાવે વેંચવી પડે. જે મહાનગરપાલિકાને પરવડે તેમ નથી. આથી, આવા મિલકતધારકોને થાબડભાણાં કરીને જ મિલકતવેરો ઉઘરાવવા સિવાય બીજો કોઇ રસ્તો રહ્યો નથી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!