Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

પસંદગીના વાહનનંબરનો ક્રેઝ: એફ-1 નંબર માટે 132 કરોડ ચુકવ્યા

પસંદગીના વાહનનંબરનો ક્રેઝ: એફ-1 નંબર માટે 132 કરોડ ચુકવ્યા

નવા વાહનની ખરીદી બાદ મનપસંદ નંબર મેળવવા જંગી રકમ ખર્ચવાનો વાહનધારકોનો ટ્રેન્ડ માત્ર ભારતમાં જ નથી, વિશ્ર્વના અનેક દેશોમાં વાહન ચાલકોવાહનની કિંમત કરતા પણ વધુ નાણાં નંબર પ્લેટ પાછળ ખર્ચી નાખે છે. બ્રિટનમાં આવા એક કિસ્સામાં નંબર પ્લેટમાં ‘એફ1’ મેળવવા માટે વાહનચાલકો રૂા.132 કરોડ ચુકવ્યા હતા.

બ્રિટનમાં એફ-1 નંબરપ્લેટ માટે રિતસરનો ક્રેઝ જાણીતો છે. મર્સીડીઝ, બુગાતી, એસએલઆર જેવી વૈભવી કારના માલીકો મસમોટી રકમ ચુકવતા હોય છે. એફ-1નો અર્થ વિખ્યાત કાર રેસ ‘ફોર્મ્યુલા-1’નો થાય છે અને તે નંબરપ્લેટ મોંઘી હોવા પાછળનું કારણ તેમાં અન્ય કોઈ આંકડા નથી હોતા. નંબરપ્લેટમાં માત્ર ‘એફ1’ જ લખાણ રહે છે.

1904માં સૌપ્રથમ એસેકસ સીટી કાઉન્સીલે એફ-1 નંબરપ્લેટ મેળવી હતી અને ત્યારબાદ 2008માં પ્રથમ વખત ઓકશનમાં મુકી હતી. હવે તેનું ફરી ઓકશન થતા બ્રિટન સ્થિત કાહન ડિઝાઈન ગ્રુપના અફઝલખાને 132 કરોડની બોલી લગાવીને મેળવી છે જે બુગાટી કારની કિંમત કરતા પણ વધુ છે. 2008માં પ્રથમ ઓકશન વખતે 4 કરોડ મળ્યા હતા અને પછી વખતોવખત કિંમત વધતી રહી છે.

માત્ર ભારત, બ્રિટનમાં જ નહીં, વિશ્ર્વના અનેક દેશોમાં પસંદગીના નંબરનો ક્રેઝ રહેતો હોય છે. તાજેતરમાં અબુધાબીમાં ભારતીય ઉદ્યોગપતિએ 67 કરોડમાં ‘ડીપ’ નંબરપ્લેટ મેળવી હતી જયારે ‘1’ નંબર માટે 66 કરોડ ચુકવ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!