Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

પાણીમાં યોગ: રાજકોટમાં 13 વર્ષની દીકરીથી લઇ 85 વર્ષના વૃદ્ધા સહિત 250 મહિલાએ સ્વિમિંગ પુલમાં કર્યા યોગ

પાણીમાં યોગ: રાજકોટમાં 13 વર્ષની દીકરીથી લઇ 85 વર્ષના વૃદ્ધા સહિત 250 મહિલાએ સ્વિમિંગ પુલમાં કર્યા યોગ

21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને આજે સમગ્ર વિશ્વમાં 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના બાદ આજે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાજકોટ મનપા દ્વારા બે સ્વિમિંગ પુલ પર 250થી વધુ મહિલાઓ દ્વારા એક્વા યોગ એટલે કે પાણીમાં યોગ કરી અનોખી ઉજવણી કરવામાં આવી છે. આજે ચોથી વખત યોગ દિવસની ઉજવણી નિમિતે મહિલાઓ પાણીમાં સત્તત 45 મિનિટ સુધી યોગ કર્યા હતા. જેમાં 13 વર્ષની દીકરીથી લઇ 85 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. તેમજ દિવ્યાંગ મહિલાઓએ પણ પાણીમાં યોગ કર્યા હતા.

પાણીમાં થતા યોગને એક્વા યોગ કહેવાય
જમીન પર યોગ કરતા લોકોને તો આપણે જોતા જ હોઇએ છીએ પરંતુ પાણીમાં યોગ કરતા લોકોને ઓછા જોઇએ છીએ. પાણીમાં થતા યોગને એક્વા યોગ કહેવામાં આવે છે. આજે સતત ચોથી વખત મહિલાઓ દ્વારા રાજકોટમાં એક્વા યોગ કરી વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જે લોકોને કમરનો દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો, હાર્ટ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ અને માઇગ્રેશનની બીમારી છે તેઓએ તો ખાસ એક્વા યોગ કરવા જોઇએ, કારણ કે આ યોગથી ઘણો જ ફાયદો થતો હોય છે.

જમીન પર યોગમાં એક લિમિટ આવી જાય
યોગ ટીચર અલ્પા શેઠે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા સંચાલિત પાંચ સ્વિમિંગ પુલ પૈકી બે સ્વિમિંગ પુલ પર માત્ર બે દિવસની તાલીમ બાદ આજે 250 જેટલી મહિલાઓ કે જેમાં 13 વર્ષની દીકરીથી 85 વર્ષના વૃદ્ધા દ્વારા એક્વા યોગા કરવામાં આવ્યા હતા. એક્વા યોગાના મહત્વ વિશે વાત કરતા અલ્પા શેઠે જણાવ્યું હતું કે, યોગ તો બધા જ જાણે છે, એક્વા યોગ પણ એક યોગનો જ પ્રકાર છે. જે યોગ જમીન પર થાય તે જ યોગ પાણીમાં કરી શકાય છે. જમીન પર યોગમાં એક લિમિટ આવી જાય છે. હેવી વેઇટ હોય, કમર કે બેક પેઇન હોય તે લોકો જમ્પ કરી શકતા નથી. પરંતુ પાણીમાં કહીએ તો 10 જમ્પ કરો તો તે 100 જમ્પ કરી શકશે. કારણ કે પાણીમાં તેને તેને વજન અનુભવાતું નથી. પાણી એને ડૂબવા દેતું નથી. બહાર સ્ટ્રેચિંગના આસનો કરવામાં મુશ્કેલી થતી હોય છે જ્યારે પાણીમાં વધુમાં વધુ બોડીને સ્ટ્રેચ કરી શકાય છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!