Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

36મી નેશનલ ગેઇમ્સનો લોગો લોન્ચ: રાજ્યમાં નેશનલ ગેઇમ્સની તૈયારીઓ શરૂ

36મી નેશનલ ગેઇમ્સનો લોગો લોન્ચ: રાજ્યમાં નેશનલ ગેઇમ્સની તૈયારીઓ શરૂ

આગામી તા.27 સપ્ટેમ્બરથી તા.10 ઓક્ટોબર દરમ્યાન યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સના લોગોનું લોન્ચીંગ તેમજ આ ગેઇમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર, ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતીકરાર MoU ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયા હતા.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ ખજ્ઞઞ આધાર સ્થંભ બની રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો છે. ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર, સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે. ફીટ ઇન્ડિયા જેવા અભિયાન ચલાવીને વડાપ્રધાનએ દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસ એક જુવાળ ઉભો કર્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે વ્યાપક ફલક પર સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલિમ્પિક જેવી મેગા સ્પોર્ટસ ઈવેન્ટસ યોજવા માટે સજ્જ બની રહ્યું છે

તેમાં આ 36મી નેશનલ ગેઇમ્સ પૂરક બનશે. મુખ્યમંત્રીએ 36મી નેશનલ ગેઇમ્સ ના લોગો સંદર્ભે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એવા ગિરના સિંહ અને વિવિધ રમત ચિન્હોને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. 36મી નેશનલ ગેઇમ્સ નો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

36મી નેશનલ ગેઇમ્સનો લોગો લોન્ચ: રાજ્યમાં નેશનલ ગેઇમ્સની તૈયારીઓ શરૂ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!