SITના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ: 2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તા શેતલવાડને કોંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલે રૂા. 30 લાખ આપ્યા હતા
રાજ્યની તે સમયની મોદી સરકારને અસ્થિર કરવા માટે તિસ્તા શેતલવાડ કોંગ્રેસનાં ઇશારે કામ કરતી હતી : રાજ્યસભાના સભ્યપદની ખાતરી આપવામાં આવી હતી
ગુજરાતના 2002ના કોમી રમખાણો બાદ તે સમયની નરેન્દ્ર મોદી સરકારને ઉથલાવવા માટે કોંગ્રેસ પક્ષે જાણીતા એક્ટિવીસ્ટ તિસ્તા શેતલવાડને રૂા. 30 લાખ પહોંચાડ્યા હતા અને આ માટે કોંગ્રેસના તે સમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ભૂમિકા હતી તેવો ઘટસ્ફોટ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે કર્યો છે. 2002ના કોમી રમખાણોમાં હાલ તિસ્તા શેતલવાડ ઉપરાંત રાજ્યના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર તથા પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે ખોટા પુરાવા ઉભા કરવા તથા ષડયંત્ર સર્જવા સહિતના આરોપો બદલ હાલમાં ધરપકડ કરવામાં આવી છે.
સીટ દ્વારા એ પણ તપાસ કરાઈ છે કે તિસ્તા શેતલવાડને ગુજરાતની તત્કાલીન મોદી સરકારને બદનામ કરવા રાજ્યસભાનાં સભ્યપદની પણ ખાતરી આપવામાં આવી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!