Dark Mode
Monday, 23 December 2024
Logo banner

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં છેલ્લાં બે વર્ષમાં એકપણ વડીલે યાત્રા જ ન કરી: સહાય વધારી 75% સુધી કરાઈ

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં છેલ્લાં બે વર્ષમાં એકપણ વડીલે યાત્રા જ ન કરી: સહાય વધારી 75% સુધી કરાઈ

ગુજરાત સરકારે જાહેર કરેલી શ્રવણ તીર્થ યોજનામાં એક પણ લાભાર્થી છેલ્લા બે વર્ષથી નોંધાયો નથી. આ જ કારણોસર સરકાર ચિંતામાં સરી પડી હતી કેમ કે દર વર્ષે ઉદ્યોગ વિભાગના હેડ હેઠળ આવતા ટુરિઝમ ક્ષેત્રના તાબાની આ યોજના માટે બજેટમાં રૂ.50 લાખ સુધીની ફાળવણી કરવામાં આવતી હતી. શ્રવણ તીર્થ યોજનામાં કરેલા સુધારા અંગે ગત રોજ પ્રવાસન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સુધારેલા નિર્ણય અંગે સરકાર થોડી વારમાં જ પત્રકાર પરિષદ કરી અને સત્તાવાર જાહેરાત કરશે.

50 ટકા અપાતી સહાય મર્યાદામાં વધારો કરી 75 ટકા કરાઈ
શ્રવણ તીર્થ યોજના હેઠળ 60 વર્ષ કરતાં ઉપરના વૃદ્ધો જો યાત્રાધામની મુસાફરી કરતાં હોય અને આ મુસાફરી બસ મારફતે કરે તો સરકાર દ્વારા અત્યાર સુધી બસ ભાડામાં 50 ટકા સહાય અપાતી હતી. જો કે બે વર્ષથી આ યોજના હેઠળ એકપણ લાભાર્થી ના હોવાને કારણે ફળવાયેલી ગ્રાન્ટ વણવપરાયેલી રહેતી હતી. ગ્રાન્ટનો વપરાશ થઈ શકે તે હેતુથી સરકારે હવે 50 ટકાની સહાય મર્યાદામાં સુધારો કરી ૭૫ ટકા સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાને કારણે બંધ પડી હતી યોજના
કોરોનાકાળના બે વર્ષ દરમિયાન આ યોજના હેઠળ એકપણ લાભાર્થી જ્યારે નહોતા નોંધાયા ત્યારે આ યોજના પણ બંધ પણ પડી ગઈ હતી. કોરોનાકાળ બાદ હવે સરકાર ફરીથી નવા સુધારા સાથે આ યોજના શરૂ કરવા જઈ રહી છે. ફરીથી યોજના શરૂ કરવા પાછળ સરકારનો આશાવાદ છે કે લોકો મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લેશે.

શ્રવણ તીર્થ યોજનાનો હેતુ શું છે ?
ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સિનિયર સિટીઝન સરળતાથી દર્શન કરી શકે તે અર્થે ગુજરાત સરકારે શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકી છે. 60 વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ઓછામાં ઓછા 30 સિટીઝનનું ગ્રુપ બનાવીને પ્રવાસ કરે તો તેઓને એસ.ટી બસના, નોન એ.સી બસના, નોન એ.સી. સુપર બસ અથવા એસ.ટીની મીની બસના ભાડાની 50 ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. કોરોના કાળ અગાઉના તબક્કા સુધી કુલ 1799 બસો મારફતે 89,891 યાત્રાળુઓ દ્વારા આ યોજનાનો લાભ લીધો હતો.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!