દિનેશ ગુણવર્ધને બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ બાદ નવા વડાપ્રધાનના નામનુ એલાન પણ થઈ ચૂક્યુ છે. 72 વર્ષીય દિનેશ ગુણવર્ધનેને નવા વડાપ્રધાન બનાવાયા છે. સંસદમાં સભાગૃહના નેતાએ શુક્રવારે પીએમ પદના શપથ લીધા.
ગુણવર્ધને છેલ્લી ગોટબાયા-મહિંદા સરકારમાં શિક્ષણ મંત્રી હતા. તેમના પરિવારનો ભારત સાથે ઊંડો સંબંધ રહ્યો છે. ગુણવર્ધનેના પિતા ફિલિપ ગુણવર્ધને ભારતની સ્વતંત્રતા માટે લડત લડી હતી.
સંયુક્ત રાજ્ય અમેરિકા અને નેધરલેન્ડમાં શિક્ષિત દિનેશ ગુણવર્ધને એક ટ્રેડ યુનિયન નેતા અને પોતાના પિતા ફિલિપ ગુણવર્ધનેની જેમ એક સેનાની રહી ચૂક્યા છે. ફિલિપ ગુણવર્ધનેને શ્રીલંકામાં સમાજવાદના જનક તરીકે ઓળખવામાં આવે છે. ફિલિપ ગુણવર્ધનેનો ભારત પ્રત્યેનો પ્રેમ અને સામ્રાજ્યવાદી કબ્જા વિરુદ્ધ સ્વતંત્રતાની દિશામાં પ્રયાસ 1920ના દાયકાની શરૂઆતમાં સંયુક્ત રાજ્ય અમેરિકાથી શરૂ થયો હતો. આ કાર્યમાં તેમની પત્નીએ ખૂબ સાથ નિભાવ્યો.
દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં આશરો લીધો હતો
દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન શ્રીલંકાથી ભાગ્યા બાદ વડાપ્રધાનના પિતા ફિલિપ અને માતા કુસુમાએ ભારતમાં શરણ લીધુ હતુ. તેઓ તે ભૂમિગત કાર્યકર્તાઓમાં સામેલ થઈ ગયા હતા. જે આઝાદી માટે લડી રહ્યા હતા અને અમુક સમય માટે ધરપકડમાંથી બચી ગયા હતા. 1943માં તે બંનેને બ્રિટિશ ગુપ્ત વિભાગે પકડી લીધા હતા. અમુક સમય માટે તેમને બોમ્બેની આર્થર રોડ જેલમાં રાખ્યા હતા. એક વર્ષ બાદ ફિલિપ અને તેમની પત્નીને શ્રીલંકા ડિપોર્ટ કરી દેવાયા અને આઝાદી બાદ જ મુક્ત કરાયા.
ભારત સાથે સારા સંબધ
પોતાના માતા-પિતાની જેમ સાફ-સુથરી છબી રાખનારા દિનેશ ગુણવર્ધનેએ ભારતની સાથે સારા સંબંધ રાખ્યા છે. તેઓ 22 વર્ષથી વધારે સમય સુધી એક શક્તિશાળી કેબિનેટ મંત્રી રહ્યા છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!