Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

યુકેમાં આગઝરતી ગરમી: પહેલીવાર તાપમાન 40 ડિગ્રીને પાર, સ્પેન-પોર્ટુગલમાં એક મહિનામાં ગરમીથી 748ના મોત

યુકેમાં આગઝરતી ગરમી: પહેલીવાર તાપમાન 40 ડિગ્રીને પાર, સ્પેન-પોર્ટુગલમાં એક મહિનામાં ગરમીથી 748ના મોત

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભયંકર દાવાનળ: તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું
યુ.કે.માં સત્તાવાળાઓઅ કેટલાય સ્થળોએ આકરી ગરમીના લીધે ટ્રેન સર્વિસ બંધ કરવાની ફરજ પડી

યુકે.માં દક્ષિણ-પશ્ચિમ લંડનમાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાવવા સાથે બ્રિટનમાં અત્યાર સુધીનું ઐતિહાસિક તાપમાન નોંધાયું છે. આ લખાય છે ત્યારે સાઉથ-ઇંગ્લેન્ડમાં આવેલા સરેએ ૩૯.૨ ડિગ્રી સેલ્સિયસના તાપમાન સાથે નવો રેકોર્ડ સર્જ્યો છે. અગાઉ ૨૦૧૯માં તેણે ૩૮.૭ ડિગ્રીનું તાપમાન નોંધાવ્યું હતું. ફક્ત બ્રિટને જ નહી યુરોપના બીજા દેશોએ પણ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્પેન અને પોર્ટુગલમાં ભીષણ ગરમીના લીધે ૭૪૮ના મોત થયા છે, જ્યાં તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના ગિરોડના જંગલોમાં ભયંકર દાવાનળ ફેલાયો છે. રાજધાની લંડનના કેટલાય હિસ્સામાં સોમવારની રાત ઘણી ગરમ રહી હતી. બ્રિટનના હવામાન વિભાગે લંડન સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ-પૂર્વી ઇંગ્લેન્ડમાં ભીષણ ગરમીના લીધે રેડ-એલર્ટ જારી કર્યુ છે. આ ઉપરાંત ભારે ગરમીમાંથી રાહત મેળવવા માટે નદીઓ અને સરોવરોમાં ન્હાવા દરમિયાન ઓછામાં ઓછા પાંચ લોકો ડૂબવાથી મૃત્યુ પામ્યા હતા.

ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં તાપમાન આગામી દિવસોમાં ૪૧ ડિગ્રીને સ્પર્શશે તો આશ્ચર્ય નહી લાગે. ઇંગ્લેન્ડમાં પહેલી વખત તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચેલું જોવા મળી છે. બ્રિટનના મૌસમ વૈજ્ઞાાનિક રચેલ આયેર્સ મુજબ ભીષણ ગરમીના લીધે બ્રિટનમાં કેટલાય રસ્તાઓને બંધ કરી શકાય છે. જ્યારે કેટલીક ટ્રેનો અને કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ શકે છે.

નેટવર્ક રેલવેએ તો મંગળવારે ડુ નોટ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. હવામાન વિભાગની ચેતવણીના મેપ મુજબ તે વિસ્તાર ભારે ગરમીના ઝોનમાં આવે છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્પસે જણાવ્યું હતું કે યુકેની પરિવહન સેવા આત્યંતિક ગરમીને સહન કરી શકવાની સ્થિતિમાં નથી. આ સેવા આકરી ગરમીને સહન કરી શકે તે પ્રકારની બનાવવામાં તેમને ઘણા વર્ષો લાગશે.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે આત્યંતિક ગરમીના લીધે શહેરમાં આગના બનાવોમાં વધારો થયો હતો. અમારી ફાયર સર્વિસ જબરજસ્ત દબાણ હેઠળ હતી. હીટવેવ સમગ્ર યુરોપમાં ફરી વળ્યું છે. સ્પેનમાં તો ગરમીના લીધે લાગેલી આગમાં બેના મોત થયા હતા અને વડાપ્રધાને જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ આપણને ખતમ કરી રહ્યું છે. ઉત્તર ઇટલીના કેટલાક વિસ્તારોમાં જબરજસ્ત દુકાળ પડયો છે.

ફ્રાન્સમાં પણ ગરમીએ માઝા મૂકી છે. દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં ગરમીના લીધે ફેલાયેલા દાવાનળના લીધે ૩૧ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા છે. યુએન વેધર એજન્સીના વડાએ જણાવ્યું હતું કે તેમને આશા છે કે યુરોપ હીટવેવને વેકઅપ કોલ તરીકે સમજશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!