રાકેશ ઝુનઝુનવાલાની 'અકાસા'નું ટિકિટ બુકિંગ શરૂ: પહેલી ફ્લાઇટ 7 ઓગસ્ટે અમદાવાદથી મુંબઈ આવશે, રોજની બે ફ્લાઈટ
શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની 'અકાસા એર' 7 ઓગસ્ટે લોન્ચ થવાની છે. એરલાઈન્સે આજથી એટલે કે 22 જુલાઈથી ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે. અકાસાની ફ્લાઈટ હાલ મુંબઈ-અમદાવાદ અને બેંગલુરુ-કોચી રૂટ પર ઓપરેટ કરવામાં આવશે. ફ્લાઈટનું ન્યૂનતમ ભાડું 3282 રૂપિયા છે. અકાસા લો કોસ્ટ એરલાઈન્સ છે, તેથી એ સ્પાઈસજેટ, ઈન્ડિકા અને ગો ફર્સ્ટ જેવી કંપનીને સીધી ટક્કર આપશે.
મુંબઈ-અમદાવાદ રૂટ
અકાસા એર બુધવારને બાદ કરતાં રોજ મુંબઈ-અમદાવાદ વચ્ચે ઓપરેટ કરાશે. મુંબઈથી એનો ડિપાર્ચર ટાઈમ 10.05નો હશે. એ જ રીતે અમદાવાદથી પરત થવાનો ટાઈમ બપોરે 12.05નો છે. મુંબઈથી ફ્લાઈટની ટિકિટ 4,314 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે અમદાવાદથી ફ્લાઈટની ટિકિટ 3,906 રૂપિયા છે.
મુંબઈથી અમદાવાદની બીજી ફ્લાઈટ બપોરે 2.05 વાગે ઉડાન ભરશે, જ્યારે અમદાવાદથી રિટર્ન 4.05એ થશે. આ ફ્લાઈટ માટે મુંબઈથી ટિકિટ 3,948 રૂપિયાથી શરૂ થશે, જ્યારે અમદાવાદથી ફ્લાઈટની ટિકિટ 5,008 રૂપિયાથી શરૂ થશે.
બેંગલુરુ-કોચી રૂટ
એરલાઈન બેંગલુરુથી કોચી રૂટ માટે સવારે 7.15 અને 11 વાગે રોજ ઓપરેટ થશે. એની ટિકિટ 3,483 રૂપિયા રાખવામાં આવી છે. કોચીથી પરત ઉડાન સવારે 9.05 અને બપોરે 1.10 વાગે છે. એની ટિકિટની કિંમત 3,282 રૂપિયાથી શરૂ થાય છે.
મોબાઈલ એપ, વેબસાઈટથી કરી શકાશે બુકિંગ
ફ્લાઈટ બુકિંગ મોબાઈલ એપ, મોબાઈલ વેબ અને ડેસ્કટોપ વેબસાઈટ www.akasaair.com, ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી કરી શકાય છે. એરલાઈન્સની ઓન-બોર્ડ મીલ સર્વિસ પણ છે, જેને કેફે અકાસાથી બુક કરી શકાય છે. પાસ્તા, વિયેતનામી રાઈસ રોલ, હોટ ચોકલેટ અને ઈન્ડિયન કૂકીઝ જેવી વસ્તુઓ અકાસા કેફેમાં અવેલેબલ છે.
2023થી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે
2023ના ઉનાળા સુધીમાં અકાસા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી દેશે. ત્યાં સુધીમાં 20 એરક્રાફ્ટ સામેલ થશે. અકાસામાં અત્યારે 737 મેક્સ પાસે મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ઉડાન ભરવાનો ઓપ્શન હશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!