Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ભારતની BA, MAની ડિગ્રી હવે યુકેમાં માન્ય ગણાશે: બન્ને દેશો વચ્ચે થયો કરાર

ભારતની BA, MAની ડિગ્રી હવે યુકેમાં માન્ય ગણાશે: બન્ને દેશો વચ્ચે થયો કરાર

ભારતમાંથી મેળવેલી ચોકકસ બીએ, એમએ, બીએસસી, કે એમએસસીની ડિગ્રી દ્વારા યુકેમાં પણ જોબ મેળવી શકશે. બંને દેશોની ચોકકસ ડિગ્રીઓને હવે સમકક્ષ ગણવામાં આવશે. ભારતની યુનિવર્સિટીઓમાં કરેલા કેટલાક અભ્યાસક્રમ અત્યાર સુધી યુકેમાં માન્ય નહતા. જેના કારણે વિદેશમાં તે ડિગ્રીઓનો અર્થ રહેતો ન હતો. પરંતુ હવે ચિત્ર બદલાઈ જવાનું છે. આ અંગે બંને દેશો વચ્ચે કરાર થયા છે.

ભારતીય વિદ્યાર્થીઓ હવે પોતાની મેળવેલી બીએ, એમએ, બીએસસી કે એમએસસીની ડિગ્રી દ્વારા યુકેમાં પણ જોબ મેળવી શકશે. બંને દેશોની ચોકકસ ડિગ્રીઓને હવે સમકક્ષ ગણવામાં આવશે. ભારતની યુનિવર્સિટીઓમાં કરેલા કેટલાક અભ્યાસક્રમ અત્યાર સુધી યુકેમાં માન્ય ન હતા જેના કારણે વિદેશમાં તે ડિગ્રીઓનો અર્થ રહેતો ન હતો. પરંતુ હવે ચિત્ર બદલાઈ જવાનું છે.

ભારત અને યુકે વચ્ચે ગુરૂવારે એક એમઓયુ પર કરાર થયા હતા. તે પ્રમાણે ભારતીય સિનિયર સેક્ધડરી સ્કૂલ પ્રિ યુનિવર્સિટી સર્ટીફીકેટને યુકેની હાયર એજયુકેશન સંસ્થાઓમાં પ્રવેશ માટે માન્ય ગણવામાં આવશે. તેવી જ રીતે ભારતમાંથી મેળવેલી બેચલર, માસ્ટર કે ડોકટરેટ ડિગ્રીને યુકેની ડિગ્રી સમકક્ષ કરવામાં આવશે.

મેડિકલ, એન્જિનિયરીંગ, આર્કીટેકચર અને ફાર્મસી જેવી પ્રોફેશનલ ડિગ્રીને આ એમઓયુમાંથી બાકાત રાખવામાં આવી છે. વાણિજય સચિવ બીપીઆર સુબ્રમણ્યમે જણાવ્યું કે ડોકટર, એન્જિનિયર જેવી ડિગ્રીઓને યુકેમાં માન્યતા અપાવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ વાતચીત કરવામાં આવશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!